રાષ્ટ્ર ધ્વજનું સન્માન જાળવવા માટે લોકોને જાગૃત કરવા કોલેજના વિદ્યાર્થીઓએ શરૂ કર્યું અભિયાન

શહેરના પાલડી વિસ્તારમાં આવેલી પ્રભુદાસ ઠક્કર કોલેજના વિદ્યાર્થીઓએ આઝાદીના પર્વની ઉજવણી અલગ રીતે કરતા આ અભિયાન શરૂ કર્યું છે.
 

 રાષ્ટ્ર ધ્વજનું સન્માન જાળવવા માટે લોકોને જાગૃત કરવા કોલેજના વિદ્યાર્થીઓએ શરૂ કર્યું અભિયાન

સંજય ટાંક/અમદાવાદઃ દેશભરમાં આગામી સ્વતંત્રતા પર્વની ઉજવણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ત્યારે અમદાવાદની કોલેજના વિદ્યાર્થીઓ પણ સ્વતંત્રતા પર્વની અનોખી રીતે ઉજવણીનું અભિયાન શરુ કર્યું છે. અભિયાન અને ઉજવણીની તૈયારીઓ સાથે સાથે લોકોમાં રાષ્ટ્ર ધ્વજનું સન્માન જળવાય તેની જાગૃતિ ફેલાવી રહ્યાં છે. 
 
દેશભક્તિ અને દેશરક્ષા તથા સન્માન એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. પરંતુ ભારત દેશમાં દરેક વસ્તુ સમયની સાથે સમાપ્ત થઈ જતી હોય તેમ લાગે છે. 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરીના દીવસે જ દેશભક્તિ દેખાતી હોય છે. 15મી ઓગસ્ટની સાંજે જ કાગળના અને પ્લાસ્ટિકના ધ્વજ રસ્તે રઝળતા જોવા મળે છે જે મુદ્દે પ્રભુદાસ ઠક્કર કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોએ એક ઝુંબેશ હાથ ધરી છે.

બીજીતરફ લોકોને જાગૃત કરવા માટે પાંચ-પાંચ વિદ્યાર્થીઓની ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ શહેરના જુદા-જુદા વિસ્તારમાં જઈને રાષ્ટ્ર ધ્વજનું સન્માન કરવાના બેનર લગાવી રહી છે. આ ટીમ 16 ઓગસ્ટે રસ્તાઓ પર ફરીને જ્યાં પણ ધ્વજ દેખાશે તેને એકત્ર કરવાની કામગીરી કરશે. 

શરેહમાં આવેલી પીટી ઠક્કર કોલેજે પણ રાષ્ટ્ર ધ્વજના સન્માન માટે અભિયાન શરૂ કર્યું છે. જેમાં કોલેજના અનેક વિદ્યાર્થીઓ જોડાઇ રહ્યાં છે. આમ લોકોને જાગૃત કરવા માટે આ ખૂબ સારી બાબત છે. જો શહેરની અન્ય કોલેજો કે શાળાઓ આ પ્રકારના અભિયાનમાં જોડાશે તો ચોક્કસ લોકો રાષ્ટ્ર ધ્વજનું સન્માન કરવા માટે વધુ જાગૃત બનશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news