Good News : હવે ભાવનગરથી મુંબઈની ડેઈલી ફ્લાઈટ, બાકીની તમામ વિગતો એક ક્લિક પર

ગુજરાત અને મુંબઈ વચ્ચે નિયમિત રીતે મોટા સંખ્યામાં લોકો આવાગમન કરે છે

Punita Vaidya Punita Vaidya | Updated: Jan 13, 2018, 02:11 PM IST
Good News : હવે ભાવનગરથી મુંબઈની ડેઈલી ફ્લાઈટ, બાકીની તમામ વિગતો એક ક્લિક પર
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ : ગુજરાત અને મુંબઈ વચ્ચે નિયમિત રીતે મોટા સંખ્યામાં લોકો આવાગમન કરે છે. આ સંજોગોમાં એરલાઇન્સ કંપની એર ઇન્ડિયા દ્વારા ગુજરાતના લોકોને ફાયદો થાય એવું મહત્વનું આયોજન કરવામાં આ્વ્યું છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં આવેલા સમાચાર પ્રમાણે એર ઈન્ડિયાએ ભાવનગરથી મુંબઈની ડેઈલી ફ્લાઈટ શરૂ કરવાનું નક્કી કર્યું છે. 

ઉલ્લેખનીય છે કે ભાવનગરના ધંધાદારીઓ અને અલંગમાં જહાજ તોડવાના વ્યવસાય સાથે જોડાયેલા લોકો ભાવનગરમાં એર કનેક્ટિવિટી વધારવાની છેલ્લા કેટલાય વર્ષોથી માંગ કરી રહ્યા હતા. એર ઇન્ડિયા દ્વારા આખરે આ દિશામાં પગલું લેવામાં આવ્યું છે. 

રોજની ફ્લાઇટ
આ અહેવાલ પ્રમાણે અઠવાડિયાના સાતે સાત દિવસ ભાવનગર-મુંબઈ વચ્ચે ફ્લાઈટ શરૂ કરાશે. હાલમાં એર ઈન્ડિયા સોમથી ગુરુવાર સુધી જ ભાવનગર-મુંબઈ ફ્લાઈટ ચલાવે છે. હાલમાં 72 સીટર એરક્રાફ્ટ સાંજે 7.25 વાગે મુંબઈથી ભાવનગર લેન્ડ કરે છે અને પછી 7.45 વાગે મુંબઈ જવા ઉપડે છે. મળતી માહિતી પ્રમાણે એર ઈન્ડિયાએ જાન્યુઆરી 28થી મુંબઈ-ભાવનગર વચ્ચે ડેઈલી ફ્લાઈટ શરૂ કરવાનું નક્કી કર્યું છે. 

બીજા શહેરોને પણ ફાયદો
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે એર ઓડિશા પણ આ સ્કીમ અંતર્ગત અમદાવાદથી ભાવનગર અને ભાવનગરથી સુરતની ફ્લાઈટ 23 જાન્યુઆરીથી શરૂ કરવા જઈ રહ્યું છે. તેમનું આયોજન મુંદ્રા, જામનગર, દીવ અને અમદાવાદ જેવા લોકેશન પર નિયમિત ફ્લાઈટ શરૂ કરવાનું છે. પરંતુ તેનો સમય જાન્યુઆરી 15 પછી જ નક્કી કરવામાં આવશે.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close