અમદાવાદમાં પોલીસે જીભથી બુટ સાફ કરાવ્યા હોવાની દલિત યુવાને નોંધાવી પોલીસ ફરિયાદ

આ ઘટનામાં હર્ષદ જાધવે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરીયાદ નોંધાવી છે

Punita Vaidya Punita Vaidya | Updated: Jan 3, 2018, 01:51 PM IST
અમદાવાદમાં પોલીસે જીભથી બુટ સાફ કરાવ્યા હોવાની દલિત યુવાને નોંધાવી પોલીસ ફરિયાદ

અમદાવાદ : હાલમાં અમદાવાદમાં એક ચોંકાવનારી ઘટના બની છે જેમાં દલિત યુવાને પોલીસ પર બહુ મોટો આરોપ લગાવીને પોલીસ ફરિયાદ નોંધાવી છે. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા 40 વર્ષીય હર્ષદ જાધવે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે પોલીસ સ્ટેશનમાં મારી સાથે અભદ્ર વર્તન કરતા હાજર રહેલા 15 પોલીસવાળાના બૂટ જીભેથી સાફ કરાવ્યાં હતા.

ફરિયાદની વિગતો 
અમરાઈવાડીના સાઈબાબા નગર સોસાયટીમાં રહેતો હર્ષદ જાદવે આરોપ મૂક્યો છે કે 28 ડિસેમ્બરે  એક ભીડમાં થયેલી બબાલના કિસ્સામાં પોલીસે તેને લાકડીથી માર્યો હતો અને પછી હુમલાનો ખોટો કેસ કરી લોકઅપમાં પુરી દીધો હતો. જાદવે આરોપ લગાવ્યો છે કે તેની પત્ની અને માતા વચ્ચે આવતા પોલીસ જવાને તેમની સાથે પણ અભદ્ર વર્તન કરી માર માર્યો હતો. બાદમાં ત્રણેયને પોલીસ સ્ટેશન લઈ જઈ બાદમાં જાધવ વિરુદ્ધ પોલીસકર્મીને સાથે મારામારીનો આરોપ મુકી લોકઅપમાં પૂરી દીધો હતો. જ્યાં બાદમાં બપોરે તેની જાતી પૂછ્યા બાદ તેની પાસે પોલીસકર્મીઓના બુટ જીભથી સાફ કરાવ્યા હતા.

એટ્રોસિટીનો મામલો
આ ઘટનામાં હર્ષદ જાધવે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરીયાદ નોંધાવી છે. હવે આ મામલે હર્ષદ જાદવની ફરિયાદ નોંધી લેવામાં આવી છે અને આ અંગે તપાસ શરુ કરી દેવામાં આવી છે.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close