બોર્ડ, નિગમ અને કોર્પોરેશનના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં રાજ્ય સરકારે કર્યો વધારો

રાજ્ય સરકારે દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદી પ્રમાણે બોર્ડ, નિગમ અને કોર્પોરેશનના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારનું છઠ્ઠું પગાર પંચ મેળવતા તમામ કર્મચારીઓના ભથ્થામાં વધારો કરવામાં આવશે.

  બોર્ડ, નિગમ અને કોર્પોરેશનના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં રાજ્ય સરકારે કર્યો વધારો

ગાંધીનગરઃ મોંઘવારીના માર વચ્ચે રાજ્ય સરકાર દ્વારા છઠ્ઠા પગારપંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. 1 લી જૂલાઇ 2017 ને ગણતા 139 ટકા પગારભથ્થુ મળશે અને 1 જાન્યુઆરી 2018 ની અસરથી 142 ટકા પગાર ભથ્થુ મળશે. અગાઉ 136 ટકા મોંઘવારી ભથ્થુ આપવામાં આવતુ હતુ. નવા વધેલા પગારભથ્થાનો 90 હજારથી વધુ રાજ્યસરકારના કર્મચારીઓને લાભ મળશે. મોંઘવારી ભથ્થામાં વધારાની માંગણી લાંબા સમયથી કર્મચારીઓ કરતા હતા. ત્યારે મોંઘવારી ભથ્થામાં વધારો થવાથી કર્મચારીઓને મોટી રાહત મળી છે.

રાજ્ય સરકારે દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદી પ્રમાણે બોર્ડ, નિગમ અને કોર્પોરેશનના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારનું છઠ્ઠું પગાર પંચ મેળવતા તમામ કર્મચારીઓના ભથ્થામાં વધારો કરવામાં આવશે.

સરકારે વધુ કહ્યું છે કે, અગાઉ 136 ટકા મુજબ મોંઘવારી ભથ્થું મળતું હતું. જે હવે 1 જુલાઈ 2017ની અસરથી મૂળ પગારના 139 ટકા મોંઘવારી ભથ્થુ ચૂકવવામાં આવશે. આ સાથે એ પણ કહ્યું કે, 1 જાન્યુઆરી 2018થી 142 ટકા મુજબ મોંઘવારી ભથ્થુ ચૂકવવામાં આવશે.

નોંધનીય છે કે, છેલ્લા કેટલાએ સમયથી બોર્ડ, નિગમ અને કોર્પોરેશનના કર્મચારીઓની પડતર માંગ હતી કે, રાજ્ય સરકાર દ્વારા તેમના કર્મચારીઓ માટે વખતો વખત મોંઘવારી ભથ્થા સહિત અનેક રાહતો આપવામાં આવે છે. પરંતુ બોર્ડ, નિગમ અને કોર્પોરેશનના કર્મચારીઓને તેનો લાભ આપવામાં આવતો નથી. આ માંગને લઈ એસટી કર્મચારીઓએ આખરે આંદોલનનું હથિયાર પણ ઉગામ્યું હતું. જેના પગલે એસટી કર્મચારી મહામંડળ દ્વારા કરાયેલી ફરિયાદના આધારે લેબર કમિશનરે એસટી નિગમને નોટિસ ફટકારી 15 દિવસમાં સ્પષ્ટતા કરવા જણાવ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news