ભાવનગરમાં જબરદસ્ત જામશે ચૂંટણીની રસાકસી, ક્યાંય ન વાંચી હોય એવી વિગતો

જિલ્લાની સાત બેઠકના અંદાજિત ૧16,25,852 જેટલા મતદારો 71 ઉમેદવારોનુ ભાવિ ઈવીએમમાં સિલ કરશે

  • ભાવનગર જિલ્લાની 7 વિધાનસભાની બેઠક પર કુલ 1822 મતદાનમથકો ઊભા કરાયા છે
  • જિલ્લાની સાત બેઠકના અંદાજિત ૧16,25,852 જેટલા મતદારો 71 ઉમેદવારોનુ ભાવિ ઈવીએમમાં સિલ કરશે
  • ભાવનગર જિલ્લાની પાલિતાણા વિધાનસભાની બેઠક પર સૌથી વધુ 15 ઉમેદવારો ચૂંટણી લડશે

Trending Photos

ભાવનગરમાં જબરદસ્ત જામશે ચૂંટણીની રસાકસી, ક્યાંય ન વાંચી હોય એવી વિગતો

ભાવનગર : પ્રથમ ચરણની વિધાનસભાની ચૂંટણીમાં નામાંકન ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ બનતા ભાવનગર જિલ્લાની કુલ સાત વિધાનસભાની બેઠક પર કુલ 71 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતરીને પોતાની કિસ્મત અજમાવશે. ભાવનગર જિલ્લાની 7 વિધાનસભાની બેઠક પર કુલ 1822 મતદાનમથકો ઊભા કરાયા છે.

જિલ્લાની સાત બેઠકના અંદાજિત ૧16,25,852 જેટલા મતદારો 71 ઉમેદવારોનુ ભાવિ ઈવીએમમાં સિલ કરશે. આ અંગે સત્તાવાર સાધનોના જણાવ્યા અનુસાર, ભાવનગર જિલ્લાની સાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ગત તા.14મી નવેમ્બરના જાહેરનામું બહાર પડાયું હતું. આ ચૂંટણી અન્વયે ઉમેદવારો દ્વારા નામાકંન પત્ર જિલ્લા ચૂંટણી તંત્ર સમક્ષ દાખલ કર્યાથી લઈને ફોર્મની ચકાસણી અને ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ મહુવા વિધાનસભાની બેઠક પર 3 ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા મહુવામાં કુલ 8 ઉમેદવાર, તળાજા વિધાનસભાની બેઠક પર બે ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા કુલ 12 ઉમેદવાર, ગારિયાધાર વિધાનસભાની બેઠક પર આજે ચાર ઉમેદવારએ ફોર્મ ખેંચતા 12 ઉમેદવાર મેદાનમા રહ્યા હતા. ગારિયાધાર બેઠક પર ભાજપના ઉમેદવાર સામે તેના પી.એ. બાબુભાઈ સરવૈયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી જેથી હોબાળો મચી જતા આખરે તેમને મનાવી લેવામાં આવતા ચાલી રહેલા આંતરીક ખેંચતાણનો અંત આવ્યો હતો.

આ સિવાય પાલિતાણા વિધાનસભાની બેઠક પર આજે બે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા 15 ઉમેદવાર, ભાવનગર ગ્રામ્ય વિધાનસભાની બેઠક પર આજે એક ઉમેદવારએ ફોર્મ પરત ખેંચતા કુલ 10 ઉમેદવાર, ભાવનગર પૂર્વ વિધાનસભાની બેઠક પર આજે ત્રણ ઉમેદવારએ ફોર્મ પરત ખેંચતા કુલ 4 ઉમેદવાર અને ભાવનગર પશ્ચિમ બેઠક પર આજે પાંચ ઉમેદવારએ ફોર્મ પરત ખેંચતા કુલ 10 ઉમેદવારો વચ્ચે ચૂંટણી મેદાનમાં રહ્યા છે.

ભાવનગર જિલ્લાની પાલિતાણા વિધાનસભાની બેઠક પર સૌથી વધુ 15 ઉમેદવારો ચૂંટણી લડશે. જેમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મુખ્ય ટક્કર થશે.આ બેઠક પર ગુજરાત જનચેતના પાર્ટી, લોકશાહી સત્તા પાર્ટી સહિતના પક્ષોએ ચૂંટણીમાં ઝંપલાવ્યુ છે. ભાવનગર જિલ્લાની ભાવનગર પૂર્વ બેઠક પર સૈાથી ઓછા ઉમેદવારો નોંધાયા છે.આ બેઠક પર માત્ર 4 ઉમેદવાર વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news