હાલારની સાત બેઠકો માટે કેટલા ફોર્મ થયા રદ અને કેટલા માન્ય?

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની સાત બેઠકો માટે ફોર્મ ભરવાની પ્રક્રિયામાં કુલ 227 જેટલા ફોર્મ ભરાયા હતાં

  • જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની સાત બેઠકો માટે ફોર્મ ભરવાની પ્રક્રિયામાં કુલ 227 જેટલા ફોર્મ ભરાયા હતાં
  • આ ફોર્મ ભરાઈ ગયા બાદ જ્યારે તેની ચકાસણી હાથ ધરવામાં આવી
  • 71 ઉમેદવારી ફોર્મ રદ થયા હતાં અને 156 ફોર્મને ચૂંટણી અધિકારી દ્વારા માન્ય રાખવામાં આવ્યા હતાં

Trending Photos

હાલારની સાત બેઠકો માટે કેટલા ફોર્મ થયા રદ અને કેટલા માન્ય?

જામનગર : જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની સાત બેઠકો માટે ફોર્મ ભરવાની પ્રક્રિયામાં કુલ 227 જેટલા ફોર્મ ભરાયા હતાં. આ ફોર્મ ભરાઈ ગયા બાદ જ્યારે તેની ચકાસણી હાથ ધરવામાં આવી ત્યારે 71 ઉમેદવારી ફોર્મ રદ થયા હતાં અને 156 ફોર્મને ચૂંટણી અધિકારી દ્વારા માન્ય રાખવામાં આવ્યા હતાં.

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની સાત બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન કાલાવડમાં 30, જામનગર ગ્રામ્યમાં 41, જામનગર ઉત્તરમાં 40, જામનગર દક્ષિણમાં 41, જામજોધપુરમાં 26, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 28 અને દ્વારકાની બેઠક માટે 21 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવતા કુલ 227 ફોર્મ ચૂંટણી અધિકારીઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતાં.

ચૂંટણી તંત્ર દ્વારા ભરાયેલા ઉમેદવારી ફોર્મની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા કાલાવડની બેઠકમાં 19 ફોર્મ, જામનગર ગ્રામ્યમાં 11 ફોર્મ, જામનગર ઉત્તરમાં 13, જામનગર દક્ષિણમાં 14, જામજોધપુરમાં 9, ખંભાળિયામાં 2 અને દ્વારકાની બેઠક પરના 3 ફોર્મ રદ કરવામાં આવ્યા હતાં. આમ કુલ 71 ઉમેદવારી ફોર્મ રદ રહેતા કુલ 156 ફોર્મને માન્ય રાખવામાં આવ્યા હતાં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news