જૂનાગઢ : કોંગ્રેસની ઉમેદવારીનો વિવાદ વકર્યો

આ સીટ ઉપર કોંગ્રેસમાંથી બે-બે ઉમેદવારો ભીખાભાઈ જોષી અને અમીત ઠુમર દાવેદાર હતા

  • હાલમાં જૂનાગઢ વિધાનસભા સીટ પર કોંગ્રેસની ઉમેદવારીનો વિવાદ વકર્યો 
  • આ સીટ ઉપર કોંગ્રેસમાંથી બે-બે ઉમેદવારો ભીખાભાઈ જોષી અને અમીત ઠુમર દાવેદાર હતા
  • હાલમાં કોંગ્રેસે ભીખાભાઇ જોષીને ઉમેદવાર જાહેર કર્યા છે

Trending Photos

જૂનાગઢ : કોંગ્રેસની ઉમેદવારીનો વિવાદ વકર્યો

જૂનાગઢ : હાલમાં જૂનાગઢ વિધાનસભા સીટ પર કોંગ્રેસની ઉમેદવારીનો વિવાદ વકર્યો છે. આ સીટ ઉપર કોંગ્રેસમાંથી બે-બે ઉમેદવારો ભીખાભાઈ જોષી અને અમીત ઠુમર દાવેદાર હતા. હાલમાં કોંગ્રેસે ભીખાભાઇ જોષીને ઉમેદવાર જાહેર કર્યા છે. જેની સામે અમીત ઠુંમરે વિરોધ કયોઁ છે. આ મામલામાં સમગ્ર વિવાદ પાછળ ભાજપના ઉમેદવાર મહેન્દ્ર મશરૂનો દોરી સંચાર હોવાનો કોંગ્રેસે આક્ષેપ કયોઁ છે. જોકે મશરૂએ તમામ આક્ષેપો ફગાવ્યા છે.

જૂનાગઢ વિધાનસભા સીટ ઉપર ચકાસણીના દિવસે કોંગ્રેસ ભાજપના ઉમેદવારો આવ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર તરીકે ભીખાભાઇ જોષીને જાહેર કરવામાં આવ્યા છે. આ વાતનો કોંગ્રેસમાંથી અગાઉ ઉમેદવારી કરનાર અમીત ઠુંમરે વિરોધ કર્યો છે. હાલમાં આખો મામલો ચૂંટણી અધીકારી પાસે પહોંચી ગયો છે. આ મામલે કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઇ જોષીએ આરોપ મૂક્યો છે કે તેમના હરીફ એવા ભાજપના ઉમેદવાર મહેન્દ્રભાઈ  ચૂંટણીથી ડરી ગયા હોય અમીતનો પક્ષ લઇ રહયા છે તેવો આક્ષેપ કયોઁ છે.
 
જૂનાગઢ વિધાનસભા સીટ ઉપર ભાજપના ઉમેદવાર મહેન્દ્ર મશરૂએ કોંગ્રેસના તમામ આક્ષેપોને ફગાવ્યા છે. તેઓ ફોર્મ ચકાસણીના દિવસે કચેરીએ ગયા હતા.  હકીકતમાં કોંગ્રેસમાં બે-બે લોકોના મેન્ડેટ છે તેથી હરીફ ઉમેદવાર તરીકે કોણ આવે છે તે જોવાનો તેમનો અધીકાર હોવાનુ મશરૂએ સ્પષ્ટ કર્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news