VIDEO ગાંધીનગર: ACBનો સપાટો, ગુજરાત જમીન વિકાસ નિગમની ઓફિસ પર રેડ, મળ્યાં લાખો રૂપિયા

ગાંધીનગર સ્થિત ગુજરાત જમીન વિકાસ નિગમની ઓફિસમાં ACBએ પાડતા ચકચાર મચી છે. ઓફિસ પર મોટા પાયે દરોડા પાડવામાં આવ્યાં છે.

VIDEO ગાંધીનગર: ACBનો સપાટો, ગુજરાત જમીન વિકાસ નિગમની ઓફિસ પર રેડ, મળ્યાં લાખો રૂપિયા

હિતલ પારેખ/ગાંધીનગર: ગાંધીનગર સ્થિત ગુજરાત જમીન વિકાસ નિગમની ઓફિસમાં ACBએ પાડતા ચકચાર મચી છે. ઓફિસ પર મોટા પાયે દરોડા પાડવામાં આવ્યાં છે. ACBનાં આ દરોડામાં ગુજરાત જમીન વિકાસ નિગમમાં ફરજ બજાવતા ક્લાસ વન અધિકારી કે.સી.પરમાર સકંજામાં આવી ગયા છે. ACBની ટીમના જણાવ્યાં મુજબ અંદાજે 55 લાખની રોકડ રકમ હાથ લાગી છે. એવી શક્યતા છે કે કે.સી.પરમારે જમીન વળતરના એક મામલામાં મોટી રકમની લાંચ લીધી છે. કુલ 5 અધિકારીઓ એસીબીના સકંજામાં છે. 15 જેટલા અધિકારીઓની પૂછપરછ ચાલુ છે. એસીબીના જણાવ્યાં મુજબ આમાં નાનાથી માંડીને મોટા અધિકારીઓની સંડોવણી છે.

મળતી માહિતી મુજબ અધિકારીનાં ટેબલના ડ્રોઅરમાંથી એટલી રકમ હાથ લાગી કે તેને ગણવા માટે ACBનાં અધિકારીઓને કાઉન્ટિંગ મશીન મંગાવવું પડ્યું. ACBના ઈતિહાસનું આ સૌથી મોટું ઓપરેશન માનવામાં આવી રહ્યું છે.  ગુજરાત જમીન વિકાસ નિગમની ઓફિસમાં એસીબીના દરોડાથી ઘણાં સવાલો ઉઠવા સ્વાભાવિક છે. આ દરોડામાં એસીબીના મોટા અધિકારીઓ સામેલ છે.

મહત્વની માહિતી:

  • લગભગ 55 લાખની રોકડ રકમ હાથ લાગી
  • એસીબી ટ્રેપની કાર્યવાહી હજુ પણ જારી
  • જમીન વળતર કેસમાં મોટા પાયે લાંચ લેવાઈ હોવાની આશંકા
  • જમીન વિકાસ નિગમના MD દેત્રોજાની પણ અટકાયત
  • કુલ 5  અધિકારીઓ ACBના સંકજામાં
  • જમીન વિકાસના અધિકારી એમ.કે.દેસાઈની પણ અટકાયત
  • અધિકારીઓ પાસેથી રોકડ રકમ મળી આવી
  • ટ્રેપમાં 7 થી 8 અધિકારીઓ પકડાયા
  • નાનાથી માંડીને મોટા અધિકારીઓની તેમાં સંડોવણી
  • જમીન વિકાસ અધિકારી એમ કે દેસાઈની પણ અટકાયત
  • અધિકારીઓ પાસેથી રોકડ રકમ મળી આવી
  • તમામ અધિકારીઓના ઘરે પણ રેડ પાડવામાં આવશે
  • તળાવની ગ્રાન્ટ મંજૂર કરવા માટે લેતા હતાં કમિશન
  • ગ્રાન્ટ પાસ કરવા માટે 20થી 30 ટકા કમિશન લેતા હતાં
  • તમામ અધિકારીઓની ડાયરી અને કોમ્પ્યુટર જપ્ત કરાશે

VIDEO ગાંધીનગર: જમીન વિકાસ નિગમની ઓફિસ પર રેડ, ACB ડાઈરેક્ટરે કર્યો મોટો ખુલાસો

  • ઓફિસના તમામ કોમ્પ્યુટર અને દસ્તાવેજો જપ્ત કરાશે
  • 40 લાખ કે સી પરમારના ત્યાંથી અને 15 લાખ અન્ય અધિકારીઓ પાસેથી મળી આવ્યાં.
  • ACBના ડાયરેક્ટર કેશવકુમાર ZEE 24 કલાક પર
  • છેલ્લા દોઢ મહિનાથી તપાસ ચાલુ હતી
  • કુલ 5 DYSP, 12 PI તપાસની કામગીરીમાં જોડાયા
  • ફરિયાદો પણ હતી તેની પર તપાસ ચાલુ હતી
  • આજે સવારે 10 વાગ્યાથી તપાસ શરૂ કરાઈ હતી
  • અત્યારે 5 અધિકારીઓની પૂછપરછ ચાલી રહી છે
  • તમામની પૂછપરછ ચાલુ, કાર્યવાહી હાથ ધરાશે
  • મળી આવેલી 55 લાખની રકમ એ એકએક દિવસનો આંકડો હોવાનું બહાર આવ્યું
  • ગુજરાતમાં સૌથી ACBની આ ટ્રેપ છે
  • તમામ કોમ્પ્યુટરો જપ્ત કરાયા
  •  જે અધિકારીઓ પાસેથી રૂપિયા નથી મળ્યાં તેમને જવા દેવાયા
  • જેમની પાસેથી રૂપિયા મળી આવ્યાં તે 5 અધિકારીઓના ઘરે પણ સર્ચ ચાલુ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news