ગુરૂવારથી રાજ્યભરમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી, કેન્દ્રો પર CCTVથી રખાશે નજર

કેન્દ્ર સરકારે આખરે મગફળીના ટેકાના ભાવ જાહેર કર્યા છે. જેમાં 2018-19 માટે પ્રતિ ક્વિન્ટલ 4850 ટેકાનો ભાવ જાહેર કરાયો છે.

 ગુરૂવારથી રાજ્યભરમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી, કેન્દ્રો પર CCTVથી રખાશે નજર

અમદાવાદઃ ગુરૂવારથી રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરશે. મગફળીની ખરીદી કરવા માટે સરકારે 122 ખરીદ કેન્દ્ર ઉભા કર્યા છે. આ વખતે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે CCTV કેમેરા અને વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવશે. જ્યાં ખરીદ કેન્દ્ર પર નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીની આગેવાનીમાં સ્ક્વોડની રચના કરવામાં આવશે. હાલ રાજ્યમાં મગફળીનું અંદાજિત 14.68 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવેલું છે. જેમાંથી કુલ 26.95 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થવાની ધારણા છે. 4850 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મગફળી ખરીદવામા આવશે. આ ઉપરાંત ખેડૂતોને 115 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે બોનસ અપાશે. એક ખેડૂત પાસેથી 125 મણ મગફળી જ ખરીદવામા આવશે.

કેન્દ્ર સરકારે આખરે મગફળીના ટેકાના ભાવ જાહેર કર્યા છે. જેમાં 2018-19 માટે પ્રતિ ક્વિન્ટલ 4850 ટેકાનો ભાવ જાહેર કરાયો છે. સાથે જ તેના માટે સરકાર દ્વારા પ્રતિ ક્વિન્ટલ 110 રૂપિયા બોનસ આપવાની જાહેરાત કરાઈ છે. કૃષિમંત્રી આર.સી.ફળદુ અને અન્ન-નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને તેની જાહેરાત કરી હતી. મગફળી માટે 1 નવેમ્બરથી ઓનલાઈન નોંધણી કરવાની શરૂઆથ થઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news