સરદાર પટેલ ન હોત તો જૂનાગઢ અને હૈદરાબાદ જવા માટે પણ વિઝા લેવા પડત: CM રૂપાણી

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શુક્રવારે કહ્યું કે જો સરદાર વલ્લભભાઈ પટેલે પૂર્વ નવાબશાસિત રજવાડા વિરુદ્ધ કડક કાર્યવાહી ન કરી હોત તો ભારતીયોને જૂનાગઢ અને હૈદરાબાદ જવા માટે વિઝા લેવા પડત.

સરદાર પટેલ ન હોત તો જૂનાગઢ અને હૈદરાબાદ જવા માટે પણ વિઝા લેવા પડત: CM રૂપાણી

વડોદરા: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શુક્રવારે કહ્યું કે જો સરદાર વલ્લભભાઈ પટેલે પૂર્વ નવાબશાસિત રજવાડા વિરુદ્ધ કડક કાર્યવાહી ન કરી હોત તો ભારતીયોને જૂનાગઢ અને હૈદરાબાદ જવા માટે વિઝા લેવા પડત. તેઓ ભાજપની એક્તા યાત્રા હેઠળ વડોદરા બહારની વિસ્તાર છાણીમાં એક જનસભાને સંબોધિત કરી રહ્યાં હતાં. 

એકતા યાત્રા અત્યાર સુધી પાંચ હજાર ગામોમાંથી પસાર થઈ ચૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 31 ઓક્ટોબરના ગુજરાત પ્રવાસ પહેલા રૂપાણી દ્વારા 19  ઓક્ટોબરે લીલી ઝંડી બતાવીને શરૂ કરાયેલી એક્તા યાત્રાનો હેતુ દેશની એક્તામાં સરદાર પટેલના યોગદાન અંગે લોકોને જાગરૂક કરવાનો છે. મોદી 31 ઓક્ટોબરના રોજ સરદાર પટેલને સમર્પિત સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ કરશે. 

મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલના કડક વલણના કારણે જ શક્ય બન્યું કે નવાબોના શાસનવાળા બે રજવાડા જૂનાગઢ અને હૈદરાબાદ ભારતનો હિસ્સો બન્યાં. નહીં તો આપણે આ બંને જગ્યાએ જવા માટે વિઝાની જરૂર પડત. બંને રજવાડા (જૂનાગઢ હાલ ગુજરાત અને હૈદરાબાદ તેલંગણામાં છે)એ દેશની સ્વતંત્રતા વખતે ભારતમાં વિલય થવાની ના પાડી હતી. ત્યારબાદ સરકાર વલ્લભભાઈ પટેલે બંને રજવાડા વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. રૂપાણીએ કહ્યું કે જો સરદાર પટેલને છૂટ મળી હોત તો જમ્મુ અને કાશ્મીરમાં આતંકનો કોઈ મુદ્દો ન રહત. 

મુખ્યમંત્રીએ કહ્યું કે મોદીએ 182 મીટર લાંબી પ્રતિમાનું નિર્માણ કરીને આધુનિક ભારતના શિલ્પી સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી છે. આ પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ગણાવવામાં આવી રહી છે. રૂપાણીએ આરોપ લગાવ્યો કે પૂર્વની કોંગ્રેસના નેતૃત્વવાળી સરકારોએ ફક્ત એક જ પરિવારના ઈતિહાસને પ્રોત્સાહન આપ્યું અને અન્ય સ્વતંત્રતાસેનાનીઓના યોગદાનની અવગણના કરી. તેમણે કહ્યું કે "તેમણે (કોંગ્રેસના નેતૃત્વવાળી સરકારો) મહાત્મા ગાંધીના ઈતિહાસની અવગણના કરી.. એટલે સુધી કે તેમણે વર્ષો સુધી સંસદમાં સરદાર પટેલની તસવીર સુદ્ધા ન લગાવી. વીર સાવરકર, ડો.ભીમરાવ આંબેડકર જેવા સ્વતંત્રસેનાનીઓના યોગદાનનો પણ ઉલ્લેખ કરાયો નથી."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news