Video : બ્રાહ્મણ સમાજની માફી માગતો હાર્દિકનો વીડિયો વાઇરલ

બ્રાહ્મણ સમાજનું એક પ્રતિનિઘિમંડળ મંગળવારે શહેર ક્રાઈમ બ્રાંચની ઓફિસે આવ્યું હતું

Punita Vaidya Punita Vaidya | Updated: Jan 3, 2018, 03:05 PM IST
Video : બ્રાહ્મણ સમાજની માફી માગતો હાર્દિકનો વીડિયો વાઇરલ

અમદાવાદ : વિધાનસભાની ચૂંટણી ટાણે હાર્દિકના કથિત સેક્સ વીડિયો ફરતા થયા હતા જેમાંના એક વીડિયોમાં બ્રહ્મ સમાજના પુરુષ અને મહિલાઓ વિશે અભદ્ર ટીપ્પણી કરી હોવાનું બહાર આવ્યું હતું જેના કારણે હાર્દિક વિરૂદ્ધ સમાજના લોકોએ ફરિયાદ કરી હતી. હવે આ મામલે હાર્દિક પટેલે એક વીડિયો વાઇરલ કર્યો છે જેમાં તે બ્રાહ્મણ સમાજની મહિલા અને બહેન દિકરી વિશે જે કાંઇ બોલ્યો છે તે અંગે માફી માગે છે.

થઈ હતી ફરિયાદ
પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે એક વીડિયોમાં બ્રાહ્મણ સમાજની મહિલાઓ અને પુરુષો અંગે કરેલી વાંધાજનક ટિપ્પણીને લઈને પોલીસ ફરિયાદ દાખલ કરવા બ્રાહ્મણ સમાજનું એક પ્રતિનિઘિમંડળ મંગળવારે શહેર ક્રાઈમ બ્રાંચની ઓફિસે આવ્યું હતું. જો કે ક્રાઈમ બ્રાંચે તેમની ફરિયાદ નહીં લઈ ચાંદખેડા પોલીસનો સંપર્ક સાધવાનું કહ્યું હતું. આખરે ચાંદખેડા પોલીસે તેમની અરજી લઈ તપાસ હાથ ધરી છે. આ સંજોગોમાં હાર્દિકે માફી માગતો વીડિયો વાઇરલ કરીને સમગ્ર મામલા પર પુર્ણવિરામ મૂકવાનો પ્રયાસ કર્યો છે. 

શું હતો વાઇરલ વીડિયો?
હાર્દિક પટેલના વિવાદાસ્પદ વીડિયો મામલે ચાંદખેડા પાર્શ્વનાથ મેટ્રો સીટીમાં રહેતા અભિષેક શુક્લાએ વકીલ મારફતે અરજી કરી હતી. પાસના કન્વીનર હાર્દિક પટેલ તેના બે મિત્રો વિરૂદ્ધ અરજી કરવામાં આવી હતી જેમાં બ્રાહ્મણ સમાજની પુરુષ અને મહિલાઓના ચારિત્ર્ય અંગે અભદ્ર ટીપ્પણી કરી સમાજનું અપમાન થયું હતું. થોડા સમય પહેલાં પલંગમાં યુવતી સાથે બેઠેલા હાર્દિકનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એ ટિપ્પણી સંભળાઈ હી છે. અભિષેક શુક્લાએ આ વીડિયોની સીડી પણ અરજી સાથે પોલીસને આપી છે.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close