પોલીસ કમિશ્નરને રજૂઆત કરવા જતાં હાર્દિક પટેલ દંડાયો, પોલીસે ઉતારી ફિલ્મ

ઉપવાસ આંદોલન માટે સ્થળની ચોખવટ કરવા માટે પોલીસ કમિશ્નર કચેરીએ ગયેલા હાર્દિક પટેલની પોલીસે અહીં ફિલ્મ ઉતારી હતી. હાર્દિક પટેલની કાર પર બ્લેક ફિલ્મ લાગેલી હોવાથી પોલીસે પટ્ટી ઉતારી દંડ ફટકાર્યો હતો. જ્યારે આ અંગે પોલીસનો આભાર માનતાં હાર્દિક પટેલે કહ્યું હતું કે, હું તમામ પ્રકારની કાયદેસરની તમામ પ્રક્રિયાઓમાં પસાર થઇ રહ્યો છું. 

Updated: Aug 10, 2018, 03:33 PM IST
પોલીસ કમિશ્નરને રજૂઆત કરવા જતાં હાર્દિક પટેલ દંડાયો, પોલીસે ઉતારી ફિલ્મ

અમદાવાદ : ઉપવાસ આંદોલન માટે સ્થળની ચોખવટ કરવા માટે પોલીસ કમિશ્નર કચેરીએ ગયેલા હાર્દિક પટેલની પોલીસે અહીં ફિલ્મ ઉતારી હતી. હાર્દિક પટેલની કાર પર બ્લેક ફિલ્મ લાગેલી હોવાથી પોલીસે પટ્ટી ઉતારી દંડ ફટકાર્યો હતો. જ્યારે આ અંગે પોલીસનો આભાર માનતાં હાર્દિક પટેલે કહ્યું હતું કે, હું તમામ પ્રકારની કાયદેસરની તમામ પ્રક્રિયાઓમાં પસાર થઇ રહ્યો છું. 

અનામત અને ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવાના હેતુથી આમરણાંત ઉપવાસ આંદોલન કરવા જઇ રહેલ હાર્દિક પટેલ શુક્રવારે બપોરે મંજૂરી માટે પોલીસ કમિશ્નરની મુલાકાતે આવ્યો હતો. જોકે પોલીસ કચેરીએ આવતાં જ પોલીસ દ્વારા હાર્દિક પટેલની ફિલ્મ ઉતારાઇ હતી. હાર્દિક પટેલની કાર પર બ્લેક રંગની ફિલ્મ લગાવેલી હોવાથી ટ્રાફિક પોલીસ અધિકારીએ આ અંગે દંડ ુવસુલ્યો હતો અને કાર પરથી બ્લેક ફિલ્મ ઉતારી દેવાઇ હતી.

સમગ્ર ઘટનાક્રમ અંગે હાર્દિક પટેલે કહ્યું હતું કે, ઉપવાસ માટે મંજૂરી આપવામાં આવે એ અંગે વિગતે ચર્ચા કરવામાં આવી છે. પોલીસના સહયોગની માંગ કરાઇ છે. આ અંગે અમારા કાર્યક્રમની વિગતો આવતી કાલ સુધી કમિશ્નરના ટેબલ પર પહોંચાડવાની છે.અમારા કાર્યક્રમો શું છે એ માટેનો તમામ રિપોર્ટ કમિશ્નરને આપી દેશું. 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close