વરસાદથી દક્ષિણ ગુજરાત બેહાલ: નેશનલ અને સ્ટેટ હાઇવે સહિત 195 રસ્તાઓ બંધ

વલસાડમાં એનડીઆરએફની 3 ટીમોને સ્ટેનબાય રખાઇ, નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ અપાયું

વરસાદથી દક્ષિણ ગુજરાત બેહાલ: નેશનલ અને સ્ટેટ હાઇવે સહિત 195 રસ્તાઓ બંધ

સુરત : દક્ષિણ ગુજરાતમાં સતત પડી રહેલા વરસાદના કારણે ગુજરાતની ખાસ કરીને દક્ષિણ ગુજરાતની પરિસ્થિ ખસ્તા થઇ ગઇ છે. વલસાડની ઓરંગા અને અંબિકા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. બે કાંઠે ગાંડીતુર થઇને વહેતી નદીઓનાં કારણે નીચાણવાળા વિસ્તારોને સાવધ કરવામાં આવ્યા છે. લોકોને સુરક્ષીત સ્થળે ખસી જવા માટે સલાહ આપવામાં આવી છે. જ્યારે વલસાડમાં ત્રણ એનડીઆરએફની ટીમનેસ્ટેન્બાય રખાઇ છે. દક્ષિણ ગુજરાત સહિત ભારે વરસાદના કારણે સમગ્ર ગુજરાતમાં કુલ 195 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જેમાં 1 નેશનલ હાઇવે અને 3 સ્ટેટ હાઇવેનો પણ સમાવેશ થાય છે. 

દક્ષિણમાં ભારે વરસાદનાં કારણે સુરત, તાપી, નવસારી, ડાંગના અનેત રસ્તાઓ બંધ થયા છે. કેટલાક ગામો પણ સંપર્ક વિહોણા થયા છે. ઓરંગા અને અંબિકા નદીમાં ઘોડાપુરની સ્થિતી સર્જાતા નીચાણવાળા પુલ અને ડીપમાં રહેલા રસ્તાઓને બંધ કરી દેજાહેરવાયા છે. સુરતનાં 26, તાપીમાં નેશનલ હાઇવે સહિત 52, નવસારીમાં સ્ટેટ હાઇવે સહિત 77 , વલસાડનાં 21 અને ડાંગના બંન્ને સ્ટેટ હાઇવે સહિત 19 રસ્તાઓ બંધ કરી દેવાયા છે. જેના પગલે સમગ્ર ગુજરાતમાં કુલ 195 રસ્તાઓ બંધ કરવાની તંત્રને ફરજ પડી છે. 

ઉપરવાસમાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદનાં કારણે ગણદેવી તાલુકાની અંબિકા નદીમાં ઘોડાપુરની પરિસ્થિતી સર્જાઇ છે. જેથી કાંઠાના ગામોને એલર્ટ કરી દેવાયા છે. બપોરનાં 1 વાગ્યાથી નદી ગાંડીતુર બનીને વહી રહી છે. જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ પાણી સતત વધી રહ્યું છે. તંત્રને પણ એલર્ટ રહેવા માટેનું સુચન કરવામાં આવ્યું છે. 

સુરતમાં પાંચ ઇંચ વરસાદમાં જ વિકાસ ગાંડો થયો
સુરતમાં મોડી રાતથી જ ધોધમાવર વરસાદ પડી રહ્યો છે. રાત્રે દરમિયાન 2 ઇંચ વરસાદ ખાબક્યા બાદ થોડી રાહત બાદ ફરીથી ધોધમાર વરસાદ ચાલુ થયો હતો. જેમાં 4 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેનાં કારણે સુરતનાં નીચાણવાળા વિસ્તારો પાણી ભરાઇ ગયા હતા. જ્યારે અન્ય વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતા. શાળાઓમાં રજાઓ જાહેર કરી દેવાઇ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news