હિન્ડાલ્કો ગુજરાતમાં 3500 કરોડનું રોકાણ કરશે, રાજ્ય સરકાર સાથે કર્યો કરાર

આદિત્ય બિરલા ગ્રુપનું સાહસ હિન્ડાલ્કો ઈન્ડસ્ટ્રીઝ ગુજરાતમાં ભારતનો સૌથી મોટો એલ્યુમિનિયમ એકસટ્રુઝન પ્લાન્ટ-એલ્યુમિનિયમ રિસાયકલીંગ પ્લાન્ટ સ્થાપશે, 3000થી વધુ નવી રોજગારીનું નિર્માણ થશે

webmaster A | Updated: Sep 14, 2018, 08:43 PM IST
હિન્ડાલ્કો ગુજરાતમાં 3500 કરોડનું રોકાણ કરશે, રાજ્ય સરકાર સાથે કર્યો કરાર

ગાંધીનગરઃ આદિત્ય બિરલા ગૃપના સાહસ હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ અને ગુજરાત સરકાર વચ્ચે રાજ્યમાં રૂ.૩પ૦૦ કરોડના રોકાણથી એલ્યુમિનીયમ એકસટ્રુઝન પ્લાન્ટ અને રિસાયકલીંગ ફેકટરી માટેના MoU શુક્રવારે કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં રાજ્ય સરકાર સાથે આ કરાર કરાયા હતા. હિન્ડાલ્કો દ્વારા આ રોકાણથી રાજ્યમાં 3000થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારનું નિર્માણ થશે.

હિન્ડાલ્કો  ઇન્ડસ્ટ્રીઝ દ્વારા એલ્યુમિનિયમ એકસટ્રુઝન પ્લાન્ટ માટે બે તબક્કામાં અંદાજિત રૂ.ર૦૦૦ કરોડનું રોકાણ કરશે, જેમાં વાર્ષિક ૧.પ૦ લાખ ટનનું ઉત્પાદન કરાશે.  

એલ્યુમિનિયમ રિસાયકલીંગ ફેકટરી માટે કંપની ત્રણ તબક્કે રૂ. ૧૫૦૦ કરોડના રોકાણ સાથે સ્ટેટ ઓફ ધ આર્ટ ફેસેલીટી દ્વારા વાર્ષિક ૩ લાખ ટન એલ્યુમિનિયમનું રિસાયકલીંગ કરશે. 

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ હિન્ડાલ્કોના આ પ્લાન્ટમાં ઉપયોગમાં લેવાનારા પાણી માટે ડિસેલીનેશન પ્લાન્ટની સ્થાપના રાજ્ય સરકાર સાથે PPP મોડેલ પર કરવાની દિશામાં ચર્ચા કરી હતી. 

રાજ્ય સરકાર તરફથી ઊદ્યોગના અગ્ર સચિવ અને મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી એમ. કે. દાસ તથા હિન્ડાલ્કો  ઇન્ડસ્ટ્રીઝ તરફથી મેનેજિંગ ડિરેકટર શ્રી સતીષ પાઇએ આ MoU પર હસ્તાક્ષર કર્યા હતા. આ પ્રસંગે હિન્ડાલ્કો  ઇન્ડસ્ટ્રીઝના સિનિયર પ્રેસિડેન્ટ અરૂણકુમાર અને જોઇન્ટ પ્રેસિડેન્ટ સંદીપ રોય પણ ઉપસ્થિત હતા.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close