સુરતમાં હિન્દુ સ્વાભિમાન રેલીનું આયોજન, 20થી વધુ લોકોની અટકાયત

આ રેલી વેસુથી નાનપુરા સુધી પહોંચનારી હતી. જો કે રેલી જ્યારે પાડેસરા વિસ્તારમા પહોંચી ત્યારે તેને પોલીસ દ્વારા અટકાવવામા આવી હતી.

Ketan Panchal - | Updated: Dec 6, 2018, 07:57 PM IST
સુરતમાં હિન્દુ સ્વાભિમાન રેલીનું આયોજન, 20થી વધુ લોકોની અટકાયત

ચેતન પટેલ, સુરત: સુરતમાં અખિલ ભારત હિન્દુ યુવા મોર્ચા દ્વારા આજે હિન્દુ સ્વાભિમાન રેલીનું આયોજન હાથ ધરવામા આવ્યું હતું. ખાસ કરીને આ રેલીમાં રામ મંદિરના મુદ્દાને લઇને કાઢવામા આવી હતી. આ રેલી વેસુથી નાનપુરા સુધી પહોંચનારી હતી. જો કે રેલી જ્યારે પાડેસરા વિસ્તારમા પહોંચી ત્યારે તેને પોલીસ દ્વારા અટકાવવામા આવી હતી.

રેલીની પરમિશન લેવામા ન આવી હોવાનું કારણ જણાવતા રેલીમાં જોડાયેલા કાર્યકરોએ પોલીસ સાથે જીભાજોડી શરુ કરી દીધી હતી. બાદમા પોલીસે પણ રેલી પર હળવો લાઠીચાર્જ કરી લોકટોળાને વિખેરી કાઢ્યુ હતુ. પોલીસે 20થી વધુ લોકોની અટકાયત કરી પાંડેસરા પોલીસ મથકે લઇ જવામાં આવ્યાં હતાં.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close