વાહનોમાં હાઈ સેક્યુરીટી નંબર પ્લેટ બદલવાની સમય મર્યાદા વધારાઈ

વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવવાની મુદતમાં ફરી વધારો કરવામાં આવ્યો છે.  

વાહનોમાં હાઈ સેક્યુરીટી નંબર પ્લેટ બદલવાની સમય મર્યાદા વધારાઈ

અમદાવાદઃ વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવવાની મુદત ફરી એકવાર વધારવામાં આવી છે. વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા HSRP નંબર પ્લેટ લગાવવાની તારીખ લંબાવીને 31 જૂલાઈ સુધી કરી દીધી છે. આમ HSRP નંબર પ્લેટ બદલવાની મુદતમાં વધુ બે મહિનાનો વધારો કરવામાં આવ્યો છે. પહેલા અંતિમ તારીખ 30 એપ્રિલ હતી જે હવે 31 જૂલાઈ કરી દેવામાં આવી છે. પરંતુ આરટીઓ કે એઆરટીઓમાં નંબર પ્લેટ લગાવવા આવતા વાહન ચાલકો અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી HSRP નંબર પ્લેટ લગાવવાને લઈને તારીખ લંબાવવામાં આવી રહી છે. પરંતુ ખાનગી કોન્ટ્રાક્ટરોને આપવામાં આવેલા કોન્ટ્રાક્ટમાં ક્યાંક નબળી નીતિને પગલે વાહનચાલકોને હેરાન થવું પડી રહ્યું છે. ત્યારે સરકાર આ કોન્ટ્રાક્ટરો સામે કડક વલણ અપનાવી પ્રક્રિયાને ઝડપી બનાવે તે જરૂરી છે.

વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા કહેવામાં આવ્યું કે, આ છેલ્લી વખત મુદત વધારવામાં આવી છે. હવે 31 જુલાઈ જ અંતિમ તારીખ રહેશે હવે પછી મુદતમાં વધારો કરવામાં આવશે નહીં. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news