આ વખતે કેવું રહેશે ચોમાસું? હવામાન ખાતાની લેટેસ્ટ આગાહી

હજી ઉનાળાની શરૂઆત થઈ છે ત્યારે આખા ગુજરાતમાં પાણીની તંગીના સમાચારો આવવા લાગ્યા છે

Punita Vaidya Punita Vaidya | Updated: Apr 16, 2018, 04:19 PM IST
 આ વખતે કેવું રહેશે ચોમાસું? હવામાન ખાતાની લેટેસ્ટ આગાહી

અમદાવાદ : હજી ઉનાળાની શરૂઆત થઈ છે ત્યારે આખા ગુજરાતમાં પાણીની તંગીના સમાચારો આ્વવા લાગ્યા છે. આ સંજોગોમાં બધાનો આધાર ચોમાસા પર છે. આજે ચોમાસાના અંદાજ પર હવામાન ખાતા (IMD)ની પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે. આ પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાતના આગામી ચોમાસા વિશે આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે પાછલા 11 વર્ષમાં IMDની આગાહીમાં ભૂલો ઓછી થઈ છે અને મોટાભાગની આગાહીઓ સાચી પડી છે.

આજની પ્રેસ કોન્ફરન્સમાં હવામાન વિભાગે કહ્યું  છે કે 97% સામાન્ય વરસાદની અપેક્ષા છે અને સતત ત્રીજા વર્ષે સામાન્ય વરસાદ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે કહ્યું  છે કે 2018 માં વરસાદ સામાન્ય રહેશે અને વરસાદ ઓછો પડવાની શક્યતા નહિવત છે.

અમદાવાદ સહિત રાજ્યમાં મોટાભાગના એટીએમ થઈ ગયા છે ખાલીખમ!

આજની પ્રેસ કોન્ફરન્સમાં હવામાન વિભાગે કહ્યું છે કે વરસાદનો આગામી અંદાજ 15મેના રોજ જાહેર થશે.