જામનગર હાઇપ્રોફાઇલ મર્ડર મિસ્ટ્રી: આરોપીઓને 10 દિવસના રિમાન્ડ મંજૂર

જામનગરના જાણીતા ધારાશાસ્ત્રી કિરીટ જોશીની ખુલ્લેઆમ હત્યાની ઘટના બાદ આખરે હત્યાનો ભેદ ઉકેલવામાં જામનગર પોલીસ તેમજ અમદાવાદ ક્રાઇમ બ્રાંચને સફળતા મળ્યા બાદ મુંબઈથી આ ઘટનાના બે કાવતરાખોરોને પોલીસે પકડી લીધા બાદ આજે બંને આરોપીઓના રિમાન્ડ માટે જામનગરના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના નિવાસસ્થાને મોડી રાત્રે પોલીસ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસની 14 દિવસની રિમાન્ડની માંગણી સામે જજ દ્વારા 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.
જામનગર હાઇપ્રોફાઇલ મર્ડર મિસ્ટ્રી: આરોપીઓને 10 દિવસના રિમાન્ડ મંજૂર

જામનગર: જામનગરના જાણીતા ધારાશાસ્ત્રી કિરીટ જોશીની ખુલ્લેઆમ હત્યાની ઘટના બાદ આખરે હત્યાનો ભેદ ઉકેલવામાં જામનગર પોલીસ તેમજ અમદાવાદ ક્રાઇમ બ્રાંચને સફળતા મળ્યા બાદ મુંબઈથી આ ઘટનાના બે કાવતરાખોરોને પોલીસે પકડી લીધા બાદ આજે બંને આરોપીઓના રિમાન્ડ માટે જામનગરના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના નિવાસસ્થાને મોડી રાત્રે પોલીસ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસની 14 દિવસની રિમાન્ડની માંગણી સામે જજ દ્વારા 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.

વકીલ કિરીટ જોશીની હત્યા પ્રકરણમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને જામનગર પોલીસે આ હત્યાના કાવતરાખોર અને મર્ડરની સોપરી આપનારા મુંબઈના બંને આરોપીઓને ગઇકાલે ઝડપી લીધા બાદ આજે જામનગર લઈ આવવામાં આવ્યા હતા. જ્યારે રાત્રીના સમયે જામનગર એલસીબીથી જિલ્લા પોલીસ વડાના ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ મુંબઈના બંને કાવતરાખોર આરોપીઓને જામનગરના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ગીતા આહીર મેડમના નિવાસસ્થાને રિમાન્ડની માગણી માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યારે નામદાર જજના નિવાસસ્થાને આ કેસના ફરિયાદી અશોકભાઇ જોષી તેમજ તેમના વકીલ વી.એચ.કરનારા સહિત વકીલ મંડળના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા અને પોલીસની રિમાન્ડની માંગણીને સમર્થન આપ્યું હતું. જ્યારે હાઇપ્રોફાઇલ બનેલા આ મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલવામા થોડી સફળતા મળ્યા બાદ આરોપીઓને જોવા માટે જજના નિવાસસ્થાને મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા એકઠા થયા હતાં.

જ્યારે પોલીસ દ્વારા મુંબઇથી ઝડપી પાડવામાં આવેલ સાયમન લુઇસ અને અજય મહેતા નામના બન્ને આરોપીઓને નામદાર જજ પાસે 14 દિવસની રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા હતા પરંતુ જજ દ્વારા આગામી તારીખ 25 મે સુધી એટલે કે 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. જિયોગ્રાફિકલ એરિયા અને જેટલા લાંબા સમયગાળામા કોન્પરન્સી થઇ છે આ બે મુખ્ય મુદ્દાઓને ધ્યાને રાખીને રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જ્યારે જે વિસ્તારોમાં તપાસ માટે જુદી જુદી ટીમો મોકલવામાં આવવાની છે તેના આધારે પણ રિમાન્ડની માંગણી કરાઇ છે.

જ્યારે વકિલ કિરીટ જોશીના મર્ડર કેસમાં ફરિયાદી અશોકભાઇના વકીલ વી એચ કરનારાએ જણાવ્યું હતું કે નામદાર મેજિસ્ટ્રેટના ઘરે રિમાન્ડની સુનાવણી થઇ હતી. જેમાં દસ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને ફરિયાદીના વકીલ તરીકે પોલીસના સમર્થનમાં વધુ રિમાન્ડ મળે તેના માટે વકીલોએ પણ સમર્થન આપ્યું હતું. જ્યારે જામનગરમાં આ પ્રકારની કોન્પરન્સી જેવી ઘટના થઇ છે ત્યારે આ ઘટનાના છેડા ઇન્ટરસ્ટેટ અને ઇન્ટરનેશનલ કક્ષાએ હોય જેથી આમાં લાંબા સમયના રીમાન્ડ મળવા જોઈએ. આ ઘટનામાં મુંબઈ સુધી પણ તપાસનો દોર હોય ત્યારે વધારે સમયના રિમાન્ડની માંગણી અનુરૂપ દસ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે અને લગભગ આ રિમાન્ડ અપવાદરૂપ કહી શકાય.

જો કે જાણીતા ધારાશાસ્ત્રીની આ રાજયકક્ષાએ પર ચર્ચાસ્પદ બનેલી હત્યાની ઘટનામાં અંદાજે વીસ દિવસ જેટલો સમય વીતી ગયો તેમ છતાં હત્યા કરનાર બંને હત્યારાઓ અને આખી હત્યાને અંજામ આપનાર તેમજ વિદેશમાં રહેલા મુખ્ય આરોપી જયેશ પટેલને પકડવામાં પોલીસને હજુ સુધી સફળતા મળી નથી. પરંતુ મુંબઈથી આ હત્યાના કાવતરાખોરો ને પોલીસે ઝડપી લીધા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news