Video: વિસાવદરમાં પોલીસ સ્ટેશનમાં ઝેર પીને યુવતીનો આપઘાત

આ સમગ્ર ઘટનાને લઈને વિસાવદરના લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે.   

Dhaval Gokani Dhaval Gokani | Updated: May 16, 2018, 07:24 PM IST
Video: વિસાવદરમાં પોલીસ સ્ટેશનમાં ઝેર પીને યુવતીનો આપઘાત

જૂનાગઢઃ તસવીરમાં દેખાતી આ યુવતી હવે માત્ર પરિવારની યાદોમાં જ રહી છે. જૂનાગઢના વિસાવદરની આ યુવતીએ પોલીસકર્મીઓના ત્રાસથી આત્મહત્યા કરીને જીવન ટુંકાવ્યું છે. જેને લઈને લોકોમાં ભારોભાર રોષની લાગણી ફેલાઈ છે. 

સમગ્ર ઘટનાની વાત કરીએ તો, વિસાવદરમાં રહેતા રઝાકભાઈ મોદીને ટ્રાફિકના પ્રશ્ને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. જ્યા તેમને માર મારવામાં આવ્યો હતો.. જોકે આ દરમિયાન પિતાને બચાવવા પોલીસ મથકે પહોંચેલી તેમની પુત્રી આશિયાનાને પણ પોલીસે માર માર્યો હતો. જે બાબતનું લાગી આવતા આશિયાનાએ પોલીસ સ્ટેશનમાં જ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો. 

આ સમગ્ર ઘટનાને લઈને વિસાવદરના લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. રઝાક મોદીએ આ ઘટના માટે જવાબદાર બે પીએસઆઈ અને બે પોલીસ કોન્સ્ટેબલ સામે કડકમાં કડક પગલા લેવા માગ કરી. જેમાં તેમણે પહેલા યુવતીનો મૃતદેહ સ્વીકારવાનો પણ ઈનકાર કરી દીધો હતો. જોકે બાદમાં એસપી દ્વારા જવાબદાર સામે કાર્યવાહી કરવાની ખાતરી આપવામા આવતા પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો. 

આ સમગ્ર ઘટનાને લઈને વિવાદ વધુ વકરે તે પહેલા સમાધાન થઈ ગયું છે. એસપી દ્વારા જવાબદાર પોલીસકર્મીઓ સામે ગુનો દાખલ કરવાની ખાતરી આપવામાં આવી છે. ત્યારે જોવું રહ્યું કે, આત્મહત્યાના જવાબદારો સામે કેવી કાર્યવાહી થાય છે.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close