ત્રિપલ તલાક મુદ્દે કવરેજ કરી રહેલ ZEE મીડિયાનાં પત્રકાર પર જીવલેણ હૂમલો

ગુજરાતમાં અસામાજીક તત્વો એટલા બેફામ બન્યા છે કે પોલીસનો પણ તેમને ડર રહ્યો નથી: સામાન્ય નાગરિક રામ ભરોસે

  • રિપોર્ટિંગ દરમિયાન ZEE મીડિયાનાં પત્રકાર જાવેદ પર હૂમલો
  • ત્રિપલ તલાક મુદ્દે રિપોર્ટિંગ કરી રહ્યા હતા પત્રકાર જાવેદ સૈયદ
  • પોલીસ હાજર હોવા છતા અસામાજીક તત્વો બેફામ પોલીસ પાંગળી બની

Trending Photos

ત્રિપલ તલાક મુદ્દે કવરેજ કરી રહેલ ZEE મીડિયાનાં પત્રકાર પર જીવલેણ હૂમલો

અમદાવાદ : ટ્રિપલ તલાક અંગે રિપોર્ટિંગ કરવા દરમિયાન કેટલાક અસામાજિક તત્વો દ્વારા ZEE મીડિયાનાં પત્રકાર પર જીવલેણ હૂમલો કર્યો છે. ZEE 24 કલાકનાં પત્રકાર જાવેદ અને વીડિયો જર્નાલિસ્ટ અરવિંદ સોલંકી ત્રિપલ તલાકનાં વિરોધમાં પ્રદર્શન કરી રહેલી મહિલાઓનો અવાજ બનવા માટે લાઇવ રિપોર્ટિંગ કરી રહ્યા હતા. દરમિયાન કેટલાક અસમાજિક તત્વો દ્વારા તેમનાં પર હૂમલો કરવામાં આવ્યો હતો. વીડિયો જર્નાલિસ્ટ અરવિંદ સોલંકીએ જણાવ્યું કે, અસામાજિક તત્વોએ તેમના પર હૂમલો કરી દીધો.

વીડિયો જર્નાલિસ્ટ અરવિંદનાં અનુસાર જાવેદ લાઇવ હતા, ત્યારે જ કેટલાક હૂમલાખોરો દ્વારા તેમને નિશાન બનાવવામાં આવ્યા હતા. હૂમલાખોરોએ જાવેદનાં પેટ પર હૂમલો કર્યો હતો. આસપાસ હાજર પોલીસે ટોળાને હટાવીને પત્રકાર જાવેદને ત્યાંથી કાઢ્યા અને હોસ્પિટલમાં ભર્તી કરાવ્યા છે. વીડિયો જર્નાલિસ્ટ અરવિંદ સોલંકીએ જણાવ્યું કે, તેમણે આ ઘટનાની ફરિયાદ સ્થાનીક પોલીસ સ્ટેશનમાં કરી છે.

આ મુદ્દે કેસ દાખલ કરીને આરોપી હૂમલાખોરોને શોધવામાં આવી રહ્યા છે. બીજી તરફ ગુજરાતનાં ગૃહમંત્રીએ પત્રકાર જાવેદ પર હૂમલા મુદ્દે ઉચ્ચ સ્તરીય તપાસનાં આદેશ આપ્યા છે. અરવિંદે જણાવયું કે, હૂમલાખોર જાવેદને એવી રીતે ફટકારી રહ્યા હતા જાણે તેને મારી નાખવાનાં ઇરાદાથી જ આવ્યા હોય.

અત્રે ઉલ્લેખનીય છે કે, ZEE મીડિયા હંમેશા લોકોનો અવાજ બનવાનો પ્રયાસ કરે છે. ZEE 24 કલાકનો મુળ મંત્ર "અમે સાંભળીએ તમારી વાત" છે. ZEE મીડિયા આકરી પરિસ્થિતીમાં દેશ અને સમાજનાં હિતોમાં સમાચારો પર કામ કરે છે. આ કારણે ઘણી વાર અસામાજિક તત્વો અને દેશ વિરોધી તાકાતોએ જી મીડિયાનાં રિપોર્ટરને નિશાન બનાવતા રહે છે. 

દાર્જીલિંગ હિંસા દરમિયાન પણ ZEE ન્યૂઝનાં રિપોર્ટર પર થયો હતો હૂમલો
ગત્ત વર્ષે જુલાઇમાં ગોરખાલેંડની માંગ મુદ્દે ગોરખા જનમુક્તિ મોર્ચા (GJM)નાં નેતાઓ પર દરોડા અને પ્રદર્શન દરમિયાન હિંસક થયેલા જીજેએમ સમર્થકોએ હોબાળાનું રિપોર્ટ કરવા માટે પહોંચેલા ZEE મીડિયાની કારને આગ લગાવી દીધી હતી. આ દરમિયાન ZEE મીડિયા તરફથી રિપોર્ટિંગ કરવા ગયેલા મીડિયા કર્મચારીઓએ પોતાનો જીવ બચાવ્યો હતો. ં

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news