જીવલેણ એક્સિડન્ટ : સાયકલ પર હોંશેહોંશે સ્કૂલે જવા નીકળેલા દીકરાનું થયું અપમૃત્યુ

ધોરણ 7માં ભણતો વિદ્યાર્થી જેસલ શર્મા જ્યારે સ્કૂલે જઈ રહ્યો હતો, ત્યારે કારે ટક્કર મારતા ભયંકર અકસ્માત થયો હતો

Punita Vaidya Punita Vaidya | Updated: Feb 9, 2018, 02:52 PM IST
જીવલેણ એક્સિડન્ટ : સાયકલ પર હોંશેહોંશે સ્કૂલે જવા નીકળેલા દીકરાનું થયું અપમૃત્યુ

અમદાવાદ : અમદાવાદ શહેરના બોપલ-ઘુમા વિસ્તારના બસ સ્ટેન્ડ પાસે આજે સવારે એએમટીએસ બસની ટક્કર મારતા સાઇકલ પર સ્કૂલે જતાં ધોરણ 7ના વિદ્યાર્થી જેસલ હરિપ્રસાદ શર્માનું મોત નિપજ્યું હતું. જેસલ કબીર એન્કલવે ખાતે રહેતો હતો અને શિવાશીષ સ્કૂલમાં સાતમા ધોરણમાં ભણતો હતો. જેસલને એક મોટી મહેન પણ છે અને તેના પિતા માર્કેટિંગનું કામ કરે છે.

કઈ રીતે થયો અકસ્માત?
આ અકસ્માત પછી મીડિયામાં મળેલી પ્રથમદર્શી વિગત પ્રમાણે એએમટીએ બસ સ્ટેન્ડથી પેસેન્જર લઈને સીધી જમણી બાજુ પર આવી હતી. આ સમયે સાયકલ પર જઈ રહેલો છોકરો બસ ઓવરટેક કરી રહ્યો હતો અને અલ્ટો કાર તેને ઓવર ટેક કરી રહી હતી. એએમટીએસ ડ્રાઈવરે બસ જમણી બાજુએ લેતા છોકરો ગભરાઈ ગયો અને સાયકલ અલ્ટો પર પડી અને છોકરો બસ તરફ પડ્યો. બસના નીચેના પતરાથી ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટના બાદ એએમટીએસના ડ્રાઈવર અને કન્ડક્ટર પણ પાસે જ ઉભા હતા. આ અલ્ટો કાર એક મહિલા ચલાવી રહી હતી અને અકસ્માતના પગલે તે પણ ગભરાઈ ગઈ હતી. 

આકસ્મિક મોત
આ અકસ્માતને કારણે લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત બાદ આ યુવતી છોકરાને ઘુમામાં આવેલી ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલમાં લઈ ગઈ હતી. છોકરાને મોઢા પર ઈજાઓ થઈ હતી અને આખરે આ છોકરાએ જીવ ગુમાવ્યો હતો.