ભરૂચ: ભાજપના આગેવાનોની જાહેરમાં દારૂની મહેફિલ, VIDEO આગની જેમ થયો વાઈરલ 

ભરૂચ તાલુકા ભાજપના પ્રમુખ અલ્પેશસિંહ રાજના જન્મ દિવસે ભાજપના આગેવાનો દારૂની મહેફિલ માણતા જોવા મળ્યા છે. દારૂની મહેફિલ માણતા ભાજપના આગેવાનો અને કાર્યકરોનો  વિડીયો વાઇરલ થયો છે. 

Updated: Dec 6, 2018, 11:18 AM IST
ભરૂચ: ભાજપના આગેવાનોની જાહેરમાં દારૂની મહેફિલ, VIDEO આગની જેમ થયો વાઈરલ 

ભરત ચૂડાસમા, ભરૂચ: ભરૂચ તાલુકા ભાજપના પ્રમુખ અલ્પેશસિંહ રાજના જન્મ દિવસે ભાજપના આગેવાનો દારૂની મહેફિલ માણતા જોવા મળ્યા છે. દારૂની મહેફિલ માણતા ભાજપના આગેવાનો અને કાર્યકરોનો  વિડીયો વાઇરલ થયો છે. 

આ વાઈરલ થયેલા વીડિયોએ મોટો હોબાળો સર્જ્યો છે. બર્થ ડે પાર્ટીમાં ભાજપના કેટલાક કાર્યકરો દારૂની મહેફિલ માણતા નજરે પડયા છે. કોઇપણ ડર વગર જાહેર સ્થળ પર વિદેશી દારૂની મહેફિલ ચાલતી હોવાનો વિડીયો થયો વાઇરલ થયો છે.

EXCLUSIVE પેપરલીકનો મુખ્ય આરોપી યશપાલ સકંજામાં, જાણો કેવી રીતે પોલીસે ઊંઘતો દબોચ્યો?

અત્રે જણાવવાનું કે ગાંધીજીના આ ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર  રહી ગઈ હોય તેવું લાગે છે. ખુલ્લેઆમ દારૂબંધીના કાયદાનો ભંગ થતો વારંવાર જોવા મળી રહ્યો છે. એવામાં ભરૂચ તાલુકા ભાજપના પ્રમુખ અલ્પેશસિંહ રાજના જન્મ દિવસે ભાજપના આગેવાનો દારૂની મહેફિલ માણતા જોવા મળ્યા છે ત્યારે તે અંગે મોટો વિવાદ ઊભો થયો છે. 

રાજ્યના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close