જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનો થઈ ગયો છે પ્રારંભ

સાધુ અને સંતોએ ભવનાથ મંદિરમાં પરંપરાગત ધ્વજા ચડાવીને મેળાનું ઉદ્ઘાટન કર્યું છે

જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનો થઈ ગયો છે પ્રારંભ

જૂનાગઢ : જૂનાગઢમાં દર વર્ષે યોજાતા મહાશિવરાત્રીના મેળાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. અહીં સાધુ અને સંતોએ ભવનાથ મંદિરમાં પરંપરાગત ધ્વજા ચડાવીને મેળાનું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રસંગે અખાડા પરિષદના અધ્યક્ષ હરિગીર મહારાજ, મહા મંડલેશ્વર ભારતીબાપુ, ધારાસભ્ય ભીખાભાઇ જોષી, જૂનાગઢ કલેકટર ર્ડો. રાહુલ ગુપ્તા અને SP નિલેશ જાજડીયાએ હાજરી આપી હતી. 

આજથી પ્રારંભ થયેલો આ મેળો 13 ફેબ્રુઆરી સુધી ચાલશે. આમ, ગિરનાર પર્વતની ગોદમાં ભજન, ભોજન અને ભક્તિના પર્વની શરૂઆત થઈ ગઈ છે. આ મેળામાં ભાગ લેવા માટે બમ બમ ભોલે અને જય ગિરનારી ના નાદ સાથે દેશ વિદેશથી સાધુ સંતોનું આગમન પણ થઈ રહ્યા છે. તમામ અખાડાના નાગા સંન્યાસીની ધુણી અને ચીલમ પરંપરા મેળાનું અનોખું આકર્ષણ છે.

જૂનાગઢમાં આગામી તા. 13 ને શિવરાત્રીના રોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી શિવરાત્રીના મેળામાં આવી રહ્યા હોવાનું વર્તુળો દ્વારા જાણવા મળેલ છે. મુખ્યમંત્રીની આ મુલાકાતને લઈને વહીવટીતંત્ર તથા પોલીસતંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓ હાથ ધરાઇ રહી છે મુખ્યમંત્રી હવાઈ માર્ગે હેલિકોપ્ટર દ્વારા ભવનાથ ખાતે પધારે તેવી શક્યતા છે ત્યારે ભવનાથના મંગલનાથ બાપુની જગ્યા નજીક નવું હેલીપેડ બનાવવાની કામગીરી હાથ ધરાઇ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news