આ વખતે સુરતવાસીઓને 31 ડિસેમ્બરે સુધી પડી જવાનો છે જબરદસ્ત જલસો કારણ કે...

ગોપીતળાવ ઈ. સ. 1510ની આસપાસ સુરતના ગવર્નર મલેક ગોપીએ બંધાવ્યું હતું

આ વખતે સુરતવાસીઓને 31 ડિસેમ્બરે સુધી પડી જવાનો છે જબરદસ્ત જલસો કારણ કે...

સુરત : સુરતના ગોપીતળાવમાં આયોજીત થતા કલા ઉત્સવને ગત વર્ષની જબરદસ્ત સફળતા બાદ ચાલુ વર્ષે ફરી એક વખત ક્રિસમસથી થર્ટીફર્સ્ટના દિવસો દરમિયાન પાલિકા દ્વારા ગોપીતળાવ ખાતે ગોપીકલા ઉત્સવનું આયોજન કરાયું છે. મંગળવારથી શરૂ થયેલા ગોપી કલા ઉત્સવ એક સપ્તાહ સુધી ચાલશે. જેમાં વિવિધ આયોજનો સાથે ખાસ રોશની કરવામાં આવી છે. મહત્વનું છે કે સુરતના સૌથી ઐતિહાસિક એક માત્ર તળાવ તરીકે ગોપીતળાવને સ્થાન મળ્યું છે. 

ગોપીતળાવ ઈ. સ. 1510ની આસપાસ સુરતના ગવર્નર મલેક ગોપીએ બંધાવ્યું હતું. તળાવનો વિસ્તાર અઠ્ઠાવન એકર જેટલો હતો. તળાવને સોળ બાજુઓ અને સોળ ખૂણાઓ હતા, જેમાંથી તેર બાજુએ તળિયા સુધી પહોંચી શકે તેવાં પગથિયાં વગરનો ઢાળ હતો. તળાવમા શિવમંદિર બાંધવામાં આવ્યું હતું, આ મંદિર સુધી પહોંચવા માટે ખાસ હોડીઓનો ઉપયોગ કરવામાં આવતો હતો.  છેલ્લા ઘણા સમયથી સુરત મહાનગરપાલિકાએ ગોપીતળાવને ફરી એક વાર ઐતિહાસિક રૂપ આપવા કમર કસી હતી એને એ તૈયાર થઇ જતા આખરે છેલ્લા બે વર્ષથી ગોપીતળાવમાં દર ડિસેમ્બરમાં ગોપી કલા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. 

ગોપીકલા ઉત્સવ સમયે ગોપીતળાવમાં પ્રવેશ પણ વિના મુલ્યે આપવામાં આવે છે. જેથી મહત્તમ લોકો આ ઉત્સવનો આનંદ માણી શકે. કલા ઉત્સવ દરમિયાન સાંજના સમયે ખાસ સ્ટેજ શોના આયોજન કરવામા આવે છે જેમાં વિવિધ સંસ્થાઓ દ્વારા પોતાના ક્રુતિઓ રજુકરવામાં આવે છે. પહેલા દિવસે પણ મોટી સંખ્યામાં રોશનીની સાથે તળવની મધ્યમાં આવેલા રંગબેરંગી ફુવારાની મજા માણવા પહોચી ગયા હતા. મનપા દ્વારા લોકો વધારે આવે તે માટે બસને પણ લીંક કરવામાં આવી છે. સમગ્ર સુરતને એક સમયે જે તળાવમાંથી પાણી પુરૂ પાડવામાં આવતુ હતું તે તળાવ મૃત પ્રાય અવસ્થામાં પહોંચી ગયું હતું. જોકે તેના સુંદર રીનોવેશને તેના ઐતિહાસિક મુલ્યોમાં વધારો કર્યો છે અને તેમાં પણ કલા ઉત્સવના સંગીતમય કાર્યક્રમો અને રંગબેરંગી રોશનીએ ગોપી તળાવની સુંદરતામાં ચાર ચાંદ ઉમેર્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news