VIDEO: ડે.સીએમના સણસણતા આરોપોનો મહેસાણા કોંગ્રેસના ઉમેદવારે શું આપ્યો જવાબ?ખાસ જાણો

ગુજરાતના ડેપ્યુટી સીએમ નીતિન પટેલે  જીવા ભાઈ પટેલ ઉપર સણસણતા આરોપ લગાવ્યાં. તેમણે કહ્યું હતું કે 6 મહિના પહેલા તેઓ ભાજપમાં જોડાવવાના હતાં. 

  • ડે.સીએમ નીતિન પટેલે કોંગ્રેસના ઉમેદવાર જીવાભાઈ પટેલ પર આરોપ લગાવ્યાં.
  • તેમણે કહ્યું કે જીવાભાઈ તેમની ઓફિસ આવ્યાં હતાં અને ભાજપમાં જોડાવવાની વાત કરી હતી.
  • જીવાભાઈએ તમામ આરોપો ફગાવ્યાં, કહ્યું-ખોટી આક્ષેપબાજીથી નહીં લડું.

Trending Photos

VIDEO: ડે.સીએમના સણસણતા આરોપોનો મહેસાણા કોંગ્રેસના ઉમેદવારે શું આપ્યો જવાબ?ખાસ જાણો

મહેસાણા: ગુજરાતના ડેપ્યુટી સીએમ નીતિન પટેલે  જીવા ભાઈ પટેલ ઉપર સણસણતા આરોપ લગાવ્યાં. તેમણે કહ્યું હતું કે 6 મહિના પહેલા તેઓ ભાજપમાં જોડાવવાના હતાં. જીવાભાઈ તેમની ઓફિસે પણ આવ્યાં હતાં અને કહ્યું હતું કે કોંગ્રેસ મારા રૂપિયા આપે તે પછી હું ભાજપમાં જોડાઈ જઈશ. જો કે જીવાભાઈએ આ તમામ આરોપો ફગાવી દીધા છે. નીતિન પટેલના આરોપો ઉપર જવાબ આપતા તેમણે કહ્યું કે હું તો એક સામાજિક કાર્યકર છું અને સામાજિક સેવક છું. મને આવી વાત ઉડાવતા આવતું નથી. હું આ બધી વાતમાં પડીશ નહીં. રાજકારણ વસ્તુ અલગ છે અને એકબીજાની પર્સનલ વસ્તુ અલગ છે. તેઓ ગમે તે આક્ષેપ કરે મને તેમની સામે કોઈ વાંધો નથી. 

તેમણે એમ પણ કહ્યું કે તેમની કોઈ વસ્તુ હશે મારી પાસે તો હું જણાવીશ નહીં, પ્રેસને પણ જણાવવા માંગતો નથી. અમારું રાજકારણ હશે ફક્ત જનતા પાસેનું. જનતા પાસે મત લેવાના છે. હું શું કરવાનો છું અને શાં માટે  કરવાનો છું તે જ મારી જનતાને આજીજી હશે. રાજકારણ ખેલીને અને જુઠ્ઠુ બોલીને મારે જનતાનો એક પણ મત લેવો નથી. સાચુ કામ કરતો આવ્યો છું અને 2004થી 2009 સુધી મેં જે કામ કર્યા છે તે જુઓ તો નીતિ નિયમ તોડીને પણ જનતા માટે તે કામ કર્યાં છે. 

વધુમાં તેમણે કહ્યું કે જનતા મારા કામથી મને ચાહે છે. મારા કપડાં પર કોઈ દિવસ ડાઘ પડ્યો નથી. મેં જે કામ કર્યાં છે તેમાં જનતાનો ક્યારેય એક રૂપિયો લીધો નથી. મારી છબી ક્લિન રહી છે અને રહેશે. અમે લડીશું પણ સચ્ચાઈથી લડીશું. ખોટી આક્ષેપબાજીથી નહીં લડું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news