નવો નિયમ : હવે શિક્ષક હાજરી પૂરે તો બોલવું પડશે ‘જય હિન્દ કે જય ભારત’

 સ્કૂલના શિક્ષકો હાજરી પૂરે એટલે દરેક વિદ્યાર્થી યસ સર કે યસ મેડમ બોલતુ હતું. પરંતુ હવેથી સ્કૂલમાં આ બે શબ્દોને બદલે જય હિન્દ કે જય ભારત બોલવું હશે. હા, રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. જેના બાદ આજે 1 જાન્યુઆરીથી સ્કૂલના બાળકોને હાજરી પૂરવતી વખતે જય હિન્દ અને જય ભારત બોલવું કમ્પલસરી બની જશે.

નવો નિયમ : હવે શિક્ષક હાજરી પૂરે તો બોલવું પડશે ‘જય હિન્દ કે જય ભારત’

ગુજરાત : સ્કૂલના શિક્ષકો હાજરી પૂરે એટલે દરેક વિદ્યાર્થી યસ સર કે યસ મેડમ બોલતુ હતું. પરંતુ હવેથી સ્કૂલમાં આ બે શબ્દોને બદલે જય હિન્દ કે જય ભારત બોલવું હશે. હા, રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. જેના બાદ આજે 1 જાન્યુઆરીથી સ્કૂલના બાળકોને હાજરી પૂરવતી વખતે જય હિન્દ અને જય ભારત બોલવું કમ્પલસરી બની જશે.

પિયક્કડોને પકડવામાં ગુજરાત પોલીસ બની ‘સિમ્બા’, 31મીએ ખૂણે ખૂણેથી પકડ્યા નશેડીઓને...

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં હવે વિદ્યાર્થીઓ જય હિંદ અને જય ભારતના નારા બોલશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ અંગેનો સત્તાવાર પરિપત્ર જાહેર કરાયો છે. વિદ્યાર્થીઓમાં દેશ ભાવના જળવાઈ રહે તે હેતુથી આ નિર્ણય કરાયો છે. હવેથી દરેક વિદ્યાર્થીઓ તેમની હાજરી પૂરાવતી વખતે યસ સર કે યસ મેડમ નહીં બોલે પરંતુ જય ભારત કે જય હિંદ બોલશે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના અધ્યક્ષપદે સોમવારે મળેલી સમીક્ષા બેઠકમાં વિદ્યાર્થીઓમાં દેશભાવનાનો ગુણ કેળવાય તે હેતુથી 1 જાન્યુઆરીમાં જ આ નિયમ અમલમાં મૂકાવાનો છે તેવી સૂચના આપવામાં આવી છે. આ અંગેના પરિપત્રો પણ ગઈ કાલે સાંજે જ જાહેર કરવામાં આવ્યા હતા. 

ચાઈનીસ દોરાથી ગળુ કપાતા બચાવવું હોય તો અત્યારથી જ શરૂ કરી દો આ ઉપાય

1 જાન્યુઆરીથી જ આ  નિર્ણયનું પાલન કરવા માટે  આદેશ કરાયા છે. મહત્વનું છે કે, રાજ્ય સરકારે શાળાઓમાં વિદ્યાર્થીઓને મોબાઇલ લઇ જવા પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. આ ઉપરાંત શૈક્ષણિક સ્થળો પર શિક્ષકો પણ મોબાઇલ નહીં વાપરી શકે. કોલેજમાં પણ વિદ્યાર્થીઓ સંકુલમાં મોબાઇલ નહીં વાપરી શકે. ઈમરજન્સીના કેસોમાં વિદ્યાર્થીઓ માટે શાળાઓને સંકુલમાં જ લેન્ડલાઇન ફોનની વ્યવસ્થા કરવા ભલામણ કરાઇ છે અને  ફોન પર આવતા મેસેજ વિદ્યાર્થીઓને પહોંચાડવાની જવાબદારી શાળાની રહેશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news