ભાવનગરનાં એક પણ થિયેટરમાં પદ્માવતી ફિલ્મ રિલિઝ નહી થાય

તમામ થિયેટરનાં માલિકોએ ભાવનગર યુવરાજને ફિલ્મ રિલિઝ નહી કરવા બાબતે ખાત્રી આપી

  • પદ્માવતી ફિલ્મનું ચિત્રણ સમગ્ર ભારતની સંસ્કૃતી પર પ્રહાર
  • ભાવનગરનાં યુવરાજે કોઇ હોબાળા વગર વિરોધ પ્રદર્શીત કર્યો
  • કાયદો અને વ્યવસ્થા હાથમાં નહી લેવા માટે યુવરાજની અપીલ

Trending Photos

ભાવનગરનાં એક પણ થિયેટરમાં પદ્માવતી ફિલ્મ રિલિઝ નહી થાય

ભાવનગર : સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતી મુદ્દે હાલ સમગ્ર દેશમાં વિરોધ જોવા મળી રહ્યો છે. ક્ષત્રીય સમાજમાં પણ ભારે આક્રોશની લાગણી જોવા મળી રહી છે. એવામાં ભાવનગરનાં યુવરાજ જયવિરરાજસિંહ અને અન્ય સમાજનાં આગેવાનોએ થિયેટરનાં માલિકો સાથે બેઠક યોજતા રાણી પદ્માવતી ફિલ્મ ભાવનગરનાં એક પણ થિયેટરમાં નહી રજુ થવાની ખાત્રી આપી હતી. 

આ સંદર્ભે આજે યુવરાજની અધ્યક્ષતામાં મળેલા સમાજનાં આગેવાનોએ હિન્દુ સમાજનાં ઇતિહાસ સાથે રમત કરવા અંગે રોષ વ્યક્ત કર્યો હતો. પદ્માવતી ફિલ્મ મુદ્દે રાણીની ખોટી અને પાયા વિહોણી વાતોને સામેલ કરાતા ભારે રોષ વ્યાપ્યો હતો. જેનાં કારણે આ સમસ્યાનાં ઉકેલ માટે ભાવનગર યુવરાજ જયવીરરાજ સિંહે વિવિધ સમાજનાં આગેવાનોને સાથે રાખીને પ્રયાસ કર્યા હતા. 

આ અંગેની પત્રકાર પરિષદમાં યુવરાજે જણાવ્યું કે, ફિલ્મ સિનેમાંઘરનાં માલિકોએ નથી બનાવી માટે તેમાં તોડફોડ કરીને નુકસાન ન પહોંચાડવું જોઇએ. પરંતુ આપણાં ગૌરવ સાથે આ પ્રકારની રમત સહ્ય નથી. માટે સિનેમાઘરનાં માલિકો સાથે ચર્ચા કરતા તેઓ આ ફિલ્મ નહી દર્શાવવા માટે વચનબદ્ધ થયા હતા. જેથી કોઇએ કાયદો વ્યવસ્થા હાથમાં નહી લેવા માટેની યુવરાજે અપીલ કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news