અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેશન પાસે 15 મિનિટ કરતા વધારે સમયનો પાર્કિંગ ચાર્જ અધધધ 100 રૂ. !

હબ ટાઉન કંપની દ્વારા લેવાશે આ પાર્કિંગ ચાર્જ

અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેશન પાસે 15 મિનિટ કરતા વધારે સમયનો પાર્કિંગ ચાર્જ અધધધ 100 રૂ. !

અમદાવાદ : અમદાવાદમાં ગીતા મંદિર બસ સ્ટેશનનો વિસ્તાર ભારે ધમધમતો છે. આ વિસ્તારમાં એરપોર્ટ જેવી અદ્યતન સુવિધાઓના ઠેકાણા નથી પણ આમ છતાં એરપોર્ટ જેવો મસમોટો ચાર્જ વસુલ કરવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે.  

મળતી માહિતી પ્રમાણે આ પાર્કિંગ ચાર્જ હબ ટાઉન કંપની દ્વારા લેવામાં આવશે. આ નવા આયોજન પ્રમાણે 5 મિનિટ ફ્રી પાર્કિંગની સવલત અપાશે. આ સિવાય અપાશે ફ્રી 5 મિનિટથી વધારે સમય માટે 10 રૂપિયા અને 15 મિનિટથી વધારે સમય માટે 100 રૂપિયા ચાર્જ આપવો પડશે.

અમદાવાદમાં ગીતા મંદિરનો વિસ્તાર ભારે ટ્રાફિકવાળો વિસ્તાર ગણાય છે. આ સંજોગોમાં વાહનોનું પાર્કિંગ યોગ્ય રીતે વ્યવસ્થિત થાય એ માટે નવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news