અજીમાણાના અાત્મારામભાઇએ સમાજને આપી નવી રાહ, જાણી તમે પણ આપશો ધન્યવાદ

પાટણ જિલ્લાના નાનકડા એવા અજીમાણા ગામના આત્મારામભાઇ દેસાઇએ સમભાવની આ ભાવનાને ઉજાગરી કરી બતાવી છે. એમની નવતર પહેલથી સમાજને એક નવી દિશા અને પ્રેરણા મળી છે.

અજીમાણાના અાત્મારામભાઇએ સમાજને આપી નવી રાહ, જાણી તમે પણ આપશો ધન્યવાદ

અમદાવાદ : કહેવાય છે કે જેનું કોઇ નથી એનો ભગવાન છે. બધા એક જ ઇશ્વરના સંતાન છે. પાટણ જિલ્લાના નાનકડા એવા અજીમાણા ગામના આત્મારામભાઇ દેસાઇએ સમભાવની આ ભાવનાને ઉજાગરી કરી બતાવી છે. એમની નવતર પહેલથી સમાજને એક નવી દિશા અને પ્રેરણા મળી છે. આત્મારામભાઇએ સમભાવના માટે પોતાની દિકરીની સાથે દલિત સમાજની સાત દિકરીઓના લગ્ન એક જ માંડવે કરાવી કન્યાદાન કર્યું. આ પ્રસંગના દ્રશ્યો જોઇ સૌની આંખો હર્ષથી છલકાઇ ઉઠી હતી. 

પાટણ જિલ્લાના નાનકડા એવા અજીમાણા ગામે એક અલભ્ય સંયોગ સર્જાયો, અહીં લગ્નનો માહોલ હતો. પરંતુ સામાન્ય લગ્ન કરતાં અનેક બાબતોની વિશેષતા હતા. આત્મારામભાઇ સરતાનભાઇ દેસાઇએ પોતાની દિકરી પીનલના લગ્નની સાથોસાથ ગામના વાલ્મિકી સમાજની સાત દિકરીઓના પણ લગ્ન એક જ માંડવે કરાવી સમાજમાં એક નવી રાહ આપી છે. સમાજમાંથી ઉંચ નીચનો ભેદભાવ ઓછા થાય અને એક જ ઇશ્વરના સંતાનની જેમ બધા રહેતા થાય એવી ભાવના પ્રસરે એ હેતુથી આત્મારામભાઇએ પોતાની દિકરી સાથે વાલ્મિકી સમાજની સાત દિકરીઓનું કરિયાવર કર્યું હતું. આ દ્રશ્ય જોઇ સૌ કોઇની આંખો હર્ષથી છલકાઇ હતી. 

આત્મારામભાઇએ પોતાની દિકરીની સાથોસાથ વાલ્મિકી દિકરીઓને પણ કરિયાવરમાં ઘરવખરી સહિતની ચીજવસ્તુઓ પણ આપી હતી તેમજ ત્રણ હજાર જેટલા મહેમાનોનો જમણવાર પણ કરાવ્યો હતો. આ પ્રસંગે મહામંડલેશ્વર જાનકીદાસ બાપુ, ગામીની વાલ્મિકી સમાજના ગુરૂગાદીના મહંતે પણ ખાસ ઉપસ્થિત રહી નવદંપતિઓને આર્શીવાદ પાઠવ્યા હતા. 

પોતાની દિકરી સાથે અન્ય સાત દિકરીઓનું કન્યાદાન કરી ખુશીની લાગણી અનુભવતા આત્મારામભાઇ કહે છે કે, દાન એ મહત્વનું નથી પરંતુ દેશમાં હાલ જે સમસ્યા છે એ ગંભીર છે. હિન્દુ સમાજ એક જ છે. હિન્દુ એટલે હિન્દુ. સદીઓથી સમાજ  તૂટતો આવ્યો છે. અસામાજિક તત્વો હિન્દુ સમાજને તોડવાના પ્રયાસો કરી રહ્યા છે. છતાં પણ આજે હિન્દુ સમાજ ટકી રહ્યો છે. એ આપણી સંસ્કૃતિના કારણે ટકી રહ્યો છે. એ સંસ્કૃતિના આપણે સૌ વારસો છીએ. એટલે મે એવું વિચાર્યું હતું કે દિકરીઓના લગ્ન થાય એ વખતે સર્વ જ્ઞાતિના લગ્ન થાય. મારો આ પ્રયત્ન છેલ્લા કેટલાય સમયથી હતો. પરંતુ એ ન થયું એટલે મેં મારી દિકરીના લગ્નમાં મારી દિકરીની સાથે વાલ્મિકી દિકરીઓને પરણાવાનું નક્કી કર્યું હતું. એમના જે ગુરૂ છે એ મારી દિકરીને આર્શીવાદ આપે અને આપણા મહામંડલેશ્વર ગુરૂ એ દિકરીઓને આર્શીવાદ આપે. સામાજિક સમરતા જળવાઇ રહે એ ભાવનાથી મે આ પગલું ભર્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news