પાંડેસરા રેપ કેસમાં સંડાવાયેલા લોકોને કોઇપણ ભોગે છોડવામાં આવશે નહીં

સુરતના પાંડેસરા ખાતે બાળકી પર થયેલ દુષ્કૃત્ય પરત્વે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ છે અને ઘટનામાં સંડોવાયેલા કોઇપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં, એટલું જ નહિં કડકમાં કડક સજા પણ કરાશે.

Dushyant karnal Dushyant karnal | Updated: Apr 17, 2018, 10:05 AM IST
પાંડેસરા રેપ કેસમાં સંડાવાયેલા લોકોને કોઇપણ ભોગે છોડવામાં આવશે નહીં

ગાંધીનગર: સુરતના પાંડેસરા ખાતે બાળકી પર થયેલ દુષ્કૃત્ય પરત્વે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ છે અને ઘટનામાં સંડોવાયેલા કોઇપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં, એટલું જ નહિં કડકમાં કડક સજા પણ કરાશે. ઘટનાની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અમારા બધાની સંવેદના જોડાયેલી છે. આ માટે રાજ્ય સરકારે ર૦ હજારના ઇનામની પણ જાહેરાત કરી છે. દુષ્કૃત્ય કરનાર કોઇપણ હશે તેને અમે બક્ષવા માંગતા નથી. તેમજ ગુનેગારો અંગે કે ભોગ બનનાર બાળકીના વાલી-વારસો અંગે કોઇને પણ માહિતી ઉપલબ્ધ હોય તો સત્વરે પોલીસને આપવા પણ તેમણે અપીલ કરી હોવાનું ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. 

પાંડેસરા ખાતે જે ઘટના બની તેના પ્રથમ દિવસથી જ રાજ્ય સરકારે અત્યંત સંવેદનશીલતાથી કામગીરી આરંભી હતી. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા તપાસનો દોર હાથ ધરાયો હતો. પરંતુ બાળકીના પરિવારજનોની ભાળ મળી નહોતી. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પોસ્ટરો છપાવીને પણ બાળકીની ઓળખ મેળવવાનો પ્રયાસ કરાયો હતો. સાથે સાથે મહારાષ્ટ્ર, ગુજરાત,ઉત્તરપ્રદેશ અને ઓડીશા રાજ્યના ૮૦૦૦થી વધુ મીસીંગ ચાઇલ્ડ છે તેમની સાથે પણ બાળકીના ફોટોગ્રાફસ થકી ભાળ મેળવવા પ્રયાસ કરાયો પરંતુ ઓળખ થઇ શકી નહોતી.

પ્રથમ દ્રષ્ટિએ આ કૃત્ય અન્યત્ર થયું હોય અને કૃત્ય બાદ બાળકીને પાંડેસરામાં મૂકી દેવાઇ હોય તેવું લાગે છે. બાળકીની તથા તેના વાલી-વારસની ઓળખ મેળવવા માટે ઓરિસ્સાના ડી.જી.પી. સાથે રાજ્યના પોલીસ વડા સતત સંપર્કમાં છે અને ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. જેના પરિણામે ટૂંક સમયમાં ઘટનાનો ઉકેલ આવે તેવું લાગી રહ્યું છે.

આ દુઃખદ ઘટના બાદ, ટ્વીટર ઉપર તથા ફેસ બુક ઉપર અમુક વ્યક્તિઓએ લોકોમાં ભય અને ગભરાહટ પેદા કરવાના ઇરાદાથી બળાત્કારીએ બળાત્કાર કરી હત્યા કરેલ છે તેવી ખોટી હકીકતોવાળી માહિતી મુકેલ હોઇ, આવા ખોટા મેસેજથી ગભરાહટ પામેલ વ્યક્તિઓ રાજ્ય વિરૂધ્ધ અથવા જાહેર શાંતિ વિરૂધ્ધ કોઇ ગુનો કરી બેસે તેમ હોય ઉપરોક્ત વ્યક્તિઓ વિરૂધ્ધ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચમાં ઇ.પી.કો. કલમ-૫૦૫ (૧) (ખ) મુજબ સરકાર તરફે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. જેની તપાસ હાલ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે.

રાજ્યનું પોલીસતંત્ર ટેકનોલોજીના માધ્યમ દ્વારા ટેકનીકલ સર્વે તેમજ ડેટાના આધારે ગુનો શોધવામાં કાર્યરત છે અને સત્વરે પરિણામ મળશે તેવી આશા તેમણે વ્યકત કરી છે. તેમણે ઉમેર્યું કે, છેલ્લા બે વર્ષમાં ગુજરાત પોલીસે અનેક સાયબર ક્રાઇમ, લૂંટના ગુના કે અન્ય ગુનાઓ હોય તે ગણતરીની પળેામાં શોધીને ગુનેગારોને નશીયત કર્યા છે એટલે અમને વિશ્વાસ છે કે આ ગુનો પણ સત્વરે ઉકેલાશે. 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close