5 હજારથી ઓછા મતે જીતેલા 20 MLA સામે હાઇકોર્ટમાં પીટિશન

ગુજરાતમાં આ વખતણી ચૂંટણીમાં ઘણા રાજકીય દિગ્ગજો ખુબ જ પાતળી સરસાઇથી જીત્યા છે

Krutarth Joshi Krutarth Joshi | Updated: Feb 8, 2018, 10:50 PM IST
5 હજારથી ઓછા મતે જીતેલા 20 MLA સામે હાઇકોર્ટમાં પીટિશન

અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણી પુરી થઇ ચુકી છે જો કે ચૂંટણીનાં પરિણામ મુદ્દે દાખલ થયેલી અરજીએ ગુજરાતની રાજનીતિમાં હડકંપ મચાવી દીધો છે. ગુરૂવારે ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી 20 અરજીઓમાં 5 હજારથી ઓછી સરસાઇથી જીતેલા ધારાસભ્સીયોનાં પરિણામોને પડકારવામાં આવ્યા છે. જો કે રસપ્રદ બાબત છે કે તેમાં 16 સીટો તો એવી છે જેમાં માત્ર 3 હજાર કરતા પણ ઓછા મત્તનું અંતર છે. 

ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીમાં 5 હજાર કે તેનાથી ઓછા મતે જીતેલા ધારાસભ્યો સામે ગુજરાત હાઇખોર્ટમાં ઇલેક્શન પીટિશન દાખલ થઇ છે. જેમાં 20 બેઠકો પરનાં ધારાસભ્યોની જીત સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આ પીટિશનમાં 20 બેઠકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં રાજનીતિનાં કેટલાક દિગ્ગજ નેતાઓની બેઠકોનો પણ સમાવેશ થઇ જાય છે. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, બાબુભાઇ બોખીરીયા અને શૈલેષ પરમાર જેવા નેતાઓ પણ ખુબ જ પાતળી સરસાઇથી જીત મેળવી છે. ભુપેન્દ્રસિંહ માત્ર 327 મત્તથી જીત્યા છે.

અરજદાર દ્વારા દેવભૂમિ દ્વારકા, માંડવી, ગારિયાધાર, પાટણ, ગાંધીનગર ઉત્તર અને જમાલપુર   ખાડિયા બેઠકનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ અંગે ચૂંટણી પંચની પ્રક્રિયા તથા મતગણતરીની પદ્ધતી પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. ઉપરાંત કેટલાક પુરાવાઓ પણ રજુ કરવામાં આવ્યા છે જેને નજરમાં રાખીને આ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટેની કોર્ટ પાસે દાદ માંગવામાં આવી છે. 

વિધાનસભા ચૂંટણીમાં પાંચ હજારથી ઓછા મત્તે ચૂંટાયેલા ધારાસભ્યોની સામે થયેલી રીટ પીટીશનમાં સૌથી વધારે 16 બેઠકો તો એવી છે જ્યાનાં ધારાસભ્યો 3 હજાર કરતા પણ ઓછી સરસાઇથી જીત્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હાલની ભાજપ સરકાર ખુબ જ પાતળી સરસાઇથી ટકી રહી છે. પરંતુ જો થોડોક નાનકડો ફેરફાર પણ થાય તો સરકાર પડી ભાંગી શકે તેવી સ્થિતી છે. ભાજપમાં અસંતોષ પણ જોવા મળી રહ્યો છે. ઉપરાંત વિપક્ષ પણ ઘણો મજબુત બન્યો છે. ભાજપ માટે ચોતરફી કપરા ચઢાણ વચ્ચે આ પીટિશનનાં કારણે પણ હાલ રાજકીય ગરમાવો આવી ગયો છે.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close