VHPના 'ફાયરબ્રાન્ડ' નેતા પ્રવીણ તોગડિયાના હચમચાવી નાખે તેવા આરોપ, જાણો 15 ખાસ વાતો

વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ આજે એક પ્રેસ કોન્ફરન્સ કરીને આક્ષેપ કર્યો કે રાજસ્થાનથી મારા એન્કાઉન્ટર માટે પોલીસકર્મીઓને મોકલવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. 

VHPના 'ફાયરબ્રાન્ડ' નેતા પ્રવીણ તોગડિયાના હચમચાવી નાખે તેવા આરોપ, જાણો 15 ખાસ વાતો

અમદાવાદ: વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ આજે એક પ્રેસ કોન્ફરન્સ કરીને આક્ષેપ કર્યો કે રાજસ્થાનથી મારા એન્કાઉન્ટર માટે પોલીસકર્મીઓને મોકલવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે તેમનો અવાજ દબાવવાના પ્રયત્નો થઈ રહ્યાં છે. આ સાથે જ તેમણે સેન્ટ્રલ આઈબી ઉપર પણ લોકોને ધમકાવવાના આરોપ લગાવ્યાં. અત્રે જણાવવાનું કે પ્રવીણ તોગડિયા સોમવારે બેભાન અવસ્થામાં અમદાવાદના કોતરપુર વર્ક્સ પાસેથી મળી આવ્યાં હતાં. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. તોગડિયા સવારથી ગુમ હતાં. દિલ્હીમાં વિશ્વ હિન્દુ પરિષદના નિવેદન મુજબ શરીરમાં શુગરનું સ્તર ઘટી જવાના કારણે તોગડિયા શાહીબાગના એક પાર્કમાંથી બેભાન અવસ્થામાં મળી આવ્યાં હતાં અને તેમને ચંદ્રમણી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. 

પ્રવીણ તોગડિયાની પ્રેસ કોન્ફરન્સની મહત્વની વાતો

  •  સવારે જ્યારે હું પૂજા કરી રહ્યો હતો ત્યારે મને કોઈએ કહ્યું કે મારું એન્કાઉન્ટર થવાનું છે.
  • રાજસ્થાન પોલીસે મારા એન્કાઉન્ટરનું ષડયંત્ર રચ્યું હતું.
  • રિક્ષામાં બેસતા પહેલા મેં રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સાથે ફોન પર વાત કરી હતી.
  • રાજસ્થાનના ગૃહમંત્રીએ કહ્યું કે પોલીસ નથી આવી રહી. 
  • મારો અવાજ દબાવવાની કોશિશ ન થવી જોઈએ. 
  • મારા વિરુદ્ધ લાંબા સમયથી કાવતરું રચાઈ રહ્યું છે. 
  • મારી ગુજરાત અને રાજસ્થાન પોલીસ વિરુદ્ધ કોઈ ફરિયાદ નથી. 
  • ગુજરાત પોલીસને માત્ર એટલું જ કહેવું છે કે મારા રૂમની તલાશી કેમ લેવાઈ?
  • મેં કોઈ અનૈતિક કામ કર્યું નથી. પોલીસ રાજકીય દબાણમાં કેમ આવી રહી છે?
  • સેન્ટ્રલ આઈબીની ટીમ લોકોને ધમકાવી રહી છે.
  • મારા વિરુદ્ધ ખોટા કેસો કાઢવામાં આવી રહ્યાં છે.
  • મને ડરાવવાની કોશિશ થઈ રહી છે. 
  • મારો અવાજ કોણ દબાવવા માંગે છે તે સમય આવશે ત્યારે પુરાવા સાથે બતાવીશ.
  • હું કોઈથી ડરતો નથી, મને ડરાવવાની કોશિશ થઈ રહી છે. 
  • ક્રાઈમ બ્રાન્ચ રાજકીય દબાણમાં આવી રહી છે. 
  • તોગડિયા લાપત્તા થવાને લઈને રહસ્ય ગરમાયું હતું

ઉલ્લેખનીય છે કે તોગડિયા લાપત્તા થવાને લઈને રહસ્ય ગરમાયું હતું. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જ્યારે એમ કહ્યું હતું કે સ્થાનિક સોલા પોલીસ કે રાજસ્થાન પોલીસે તેમની ધરપકડ કરી નથી. સોલા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ કહ્યું હતું કે રાજસ્થાન પોલીસની એક ટુકડી સરકાર અધિકારી દ્વારા લાગુ આદેશની અવગણના કરવા સંબંધિત આઈપીસીની કલમ 188 હેઠળ તોગડિયા વિરુદ્ધ જારી ધરપકડ વોરન્ટ પ્રમાણે તેમની ધરપકડ માટે આવી હતી પરંતુ વીએચપી નેતા તેમના ઘરે મળ્યાં નહતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news