પ્રવિણ તોગડિયાના અનિશ્ચિતકાલીન અનશનનો પ્રારંભ, સાધુ-સંતોનો મોટી સંખ્યામાં જમાવડો

પ્રવિણ તોગડિયાની જે રીતે હકાલપટ્ટી થઈ છે તેની અસર ગુજરાત રાજ્યમાં જોવા મળી રહી છે

Punita Vaidya Punita Vaidya | Updated: Apr 17, 2018, 12:20 PM IST
પ્રવિણ તોગડિયાના અનિશ્ચિતકાલીન અનશનનો પ્રારંભ, સાધુ-સંતોનો મોટી સંખ્યામાં જમાવડો

અમદાવાદ : પ્રવિણ તોગડિયાએ પાલડી ખાતે આવેલા ડો. વર્ણીકર ભવન ખાતે તેમના અનિશ્ચિતકાલીન અનશનનો પ્રારંભ કર્યો છે. તેમના આ અનશન વખતે તેમને ટેકો આપવા માટે મોટી સંખ્યામાં સાધુ-સંધો અને કાર્યકરો પહોંચી ગયા છે.  અનશન પહેલાં પ્રવિણ તોગડિયાએ ગૌરક્ષા અને રામમંદિરની સાથેસાથે સમાન સિવિલ કોડની માગણી કહી હતી. પ્રવિણ તોગડિયાએ સ્ટેજ પરથી વિધિવત રીતે અનશનના પ્રારંભની જાહેરાત કરી હતી. 

પાલડી ખાતે ઉપવાસ
પ્રવિણ તોગડિયાએ ગુરુગ્રામમાં યોજાયેલી ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ સ્થિત ગાંધી આશ્રમ ખાતે ઉપવાસ પર બેસશે એવી જાહેરાત કરી હતી. ત્યારબાદ બાદમાં તોગડિયાના ઉપવાસમાં મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડશે એવી ધારણાને પગલે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ઉપવાસ સ્થળ ખસેડવાનું નક્કી કરાયું હતું. પરંતુ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે મંજૂરી ન મળતાં છેવટે પાલડી સ્થિત ડો.વર્ણીકર ભવન ખાતે જ તોગડિયા ઉપવાસ કરશે એવું નક્કી કરાયું હતું.

અંબાજી મંદિરમાં બદલાયો દર્શન અને આરતીનો સમય, નવો સમય જાણવા કરો ક્લિક

પ્રવિણ તોગડિયાની ડિમાન્ડ
વીએચપીમાંથી હકાલપટ્ટી બાદ પત્રકાર પરિષદ કરીને પ્રવિણ તોગડિયાએ કહ્યું હતું કે ''અમે સંસદમાં કાયદો બનાવીને રામમંદિર બનાવીશું, કાશ્મીરમાં હિંદુઓને વસાવીશું તેમજ ખેડૂતોને સી2 મુજબ હક્ક અપાવીશ. હું મંગળવાર, 17 એપ્રિલથી આ માંગ ઉઠાવીને અનિશ્ચિત કાર્યકાળ માટે ઉપવાસ પર ઉતરીશ. હું મારામાં વિશ્વાસ રાખનારા કાર્યકર્તાઓનો ઋણી છું. હું કરોડો કાર્યકર્તાઓના સમર્થનના કારણે 32 વર્ષ સુધી વિશ્વ હિંદુ પરિષદમાં કામ કરી શક્યો છું. મારો આ કાર્યકાળ મજબુરીથી પુર્ણ થયો છે એ બદલ તમામ કાર્યકર્તાઓને ધન્યવાદ છે. મને આશા છે કે દરેક કાર્યકર્તાઓ હિંદુઓના સ્વાભિમાનને આગળ  વધારવા મદદ કરશે. મેં વિશ્વ હિંદુ પરિષદ નથી છોડી પણ મને છોડવા માટે મજબૂર કરવામાં આવ્યો છે. મને કહેવામાં આ્વ્યું છે કે સંસદમાં રામ મંદિર માટે કાયદો બનાવવાની માંગ છોડી દો અથવા પક્ષ છોડી દો. મારી પાસે આ તમામ રેકોર્ડિંગ છે અને યોગ્ય સમયે આ રેકોર્ડિંગ જાહેર કરવામાં આવશે.''

નોંધનીય છે કે પ્રવિણ તોગડિયાની જે રીતે હકાલપટ્ટી થઈ છે તેની અસર ગુજરાત રાજ્યમાં જોવા મળી રહી છે. ગુજરાતમાં 10થી વધુ જિલ્લાઓમાં રાજીનામાનો દોર શરૂ થયો છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો રાજીનામા આપી રહ્યાં છે. આગામી દિવસોમાં વધુ રાજીનામા પડે તો નવાઈ નથી.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close