અમદાવાદ મનપાના પ્રિ-મોન્સૂન પ્લાનની ખુલી પોલ, અનેક જગ્યાએ પડ્યા ભૂવા

આખરે અમદાવાદમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. શુક્રવારે બપોરબાદ શહેરના તમામ વિસ્તારમાં સારો વરસાદ થયો છે. 
 

અમદાવાદ મનપાના પ્રિ-મોન્સૂન પ્લાનની ખુલી પોલ, અનેક જગ્યાએ પડ્યા ભૂવા

અમદાવાદઃ શુક્રવારે અમદાવાદમાં મેઘરાજા ધમધોકાર વરસ્યા હતા. ભારે વરસાદમાં અમદાવાદ શહેર પાણી પાણી થઈ ગયું હતું. ત્યારે અમદાવાદમાં ભારે વરસાદે અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશનની પોલ ખોલી નાંખી છે. અમદાવાદમાં અંદાજે 2 કલાકના વરસાદમાં જ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ હતી. સાથે જ અમદાવાદ શહેરમાં ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી હતી. તો ભારે વરસાદ, ભૂવા અને પાણીની ભરાવાની સમસ્યાથી ટ્રાફીક જામના દ્રશ્યો પણ ઉભા થયા હતા. ત્યારે આ તમામ દ્રશ્યો તંત્રની પ્રિ-મોન્સૂન પ્લાનની પોલ ખોલી રહ્યા છે.
 
શહેરના પોશ વિસ્તાર સમાન વેજલપુરમાં ભારે વરસાદ બાદ રસ્તા પર 4 ફૂટ જેટલો ભૂવો પડ્યો. મેટ્રો રૂટ પર હાલમાં કામગીરી ચાલી રહી છે ત્યારે ભૂવો પડવાના કારણે લોકોને અને મેટ્રોનું કામ કરતા અધિકારીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ ગઈ છે. તંત્ર દ્વારા ચોમાસા પહેલાં બધુ બરોબર હોવાના દાવા કરવામાં આવતા હતા ત્યારે પ્રથમ ધોધમાર વરસાદમાં જ આ સ્થિતિ છે. તો આગામી સમયમાં ભારે વરસાદમાં શહેરમાં આવી સ્થિતિનું નિર્માણ ન થાય તો જ નવાઈ. 

અમદાવાદમાં થયેલા વરસાદ બાદ અનેક વિસ્તારોમાં નુકસાન થયું છે.. વેજલપુરમાં ક્રોસિંગ તરફ વિશાળ ખાનગી પ્લોટની બાઉન્ડ્રી વોલ ધરાશયી થઇ છે.. 30 મીટર કરતા વધુ લંબાઈની દીવાલ ધરાશાયી થઇ ગઇ છે. જો કે સદનસીબે કોઈને ઇજા કે મિલ્કતને નુકશાન થયું નથી.

બાપુનગર વિસ્તારમાં વરસાદ પડ્યા બાદ ભૂવો પડ્યો છે. રસ્તા પર પડેલા ભૂવાને કારણે રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પર એક તરફ ભૂવા પડ્યા છે જ્યારે બીજી તરફ પાર્ક કરેલા વાહનોને કારણે રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news