લુણાવાડા : મહિલા તબીબે ઓપરેશનમાં કરી એવી ગંભીર ભૂલ કે, દર્દીના પેટમાં રહી ગઈ વસ્તુ

 મહીસાગરના લુણાવાડાની એક મહિલા તબીબની ગંભીર બેદરકારીના કારણે એક મહિલાનું મોત નિપજયું છે. મહિલાનું મોત નિપજતાં તેના બે બાળકો અનાથ બન્યા છે. 

લુણાવાડા : મહિલા તબીબે ઓપરેશનમાં કરી એવી ગંભીર ભૂલ કે, દર્દીના પેટમાં રહી ગઈ વસ્તુ

રવિ અગ્રવાલ/વડોદરા : મહીસાગરના લુણાવાડાની એક મહિલા તબીબની ગંભીર બેદરકારીના કારણે એક મહિલાનું મોત નિપજયું છે. મહિલાનું મોત નિપજતાં તેના બે બાળકો અનાથ બન્યા છે. 

મહીસાગર જિલ્લાના લુણાવાડામાં રહેતી ગીતાબેન ખાંટને પ્રસૂતિ માટે લુણાવાડામાં સરકારી હોસ્પિટલ કોટેચમાં દાખલ કરવામાં આવી હતી. તેઓ લુણાવાડાના મલેકપુરના વતની છે. જ્યાં એક જ તબીબ હોવાથી તેઓ મહિલાની પ્રસૂતિ કરાવવાનો ઈનકાર કરાવવામાં આવ્યો હતો. જેથી ગીતાબેનને પ્રસૂતિ માટે આરોહી હોસ્પિટલમા લઈ જવાયા હતા. જ્યાં ઓપરેશન દરમિયાન બાળકનો જન્મ થયો. પરંતુ મહિલા તબીબ શૈલા ભુરીયાએ ઉતાવળમાં મહિલાના પેટમાં કોટનનો ટુકડો છોડી દીધો હતો. જેના કારણે મહિલાને પેટમાં અસહ્ય દુખાવો ઉપડતા તેને સયાજી હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યાં તબીબોએ ઓપરેશન કરી મહિલાના પેટમાંથી કોટનનો ટુકડો કાઢયો હતો. પરંતુ ગીતાબેન ખાંટનું મોત નિપજ્યું હતું. પરિવારે મહિલા તબીબ ડો.શૈલા ભુરીયા સામે પોલીસ ફરિયાદ નોંધી કાર્યવાહીની માંગ કરી છે.

Lunavada.JPG

આમ, લુણાવાડાની મહિલા તબીબ ડો.શૈલા ભુરીયાને કારણે એક મહિલાનો જીવ ગયો હતો. સયાજી હોસ્પિટલના તબીબોએ ઓપરેશન કરી મહિલાના પેટમાંથી કોટન તો કાઢી લીધું, પરંતુ મહિલાને ન બચાવી શક્ય. સયાજી હોસ્પિટલના એમએલઓએ કહ્યું કે, પ્રસૂતિ કરનાર તબીબની ગંભીર બેદરકારી છે. મહિલાના પેટમાંથી કોટનનો ટુકડો અમે કાઢ્યો હતો, પણ મહિલા બચી શકી ન હતી.  

ગીતાબેને બાળકને જન્મ આવતા પરિવારમાં થોડાક સમય માટે ખુશીનો માહોલ રહ્યો હતો. પરંતુ મહિલા તબીબ શૈલા ભુરીયાની બેદરકારીથી પરિવારની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ. પરિવાર સયાજી હોસ્પિટલની બહાર ચોધાર આસુંએ રડી પડ્યો હતો. તો બીજી તરફ હાલ જ દુનિયામાં આવેલ બાળકો તબીબની બેદરકારીને કારણે પોતાની માતાને ગુમાવી હતી. રે પોલીસ કયારે મહિલા તબીબ સામે કાર્યવાહી કરી તેને જેલના સળીયા પાછળ ધકેલે છે તે જોવું રહ્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news