Rajkot News

બીડી ધૂપથી લોકોના દુખ દૂર કરવાનો દાવો કરતા બાબાનો ધંધો વિજ્ઞાનજાથાએ ગોરખબંધ કરાવ્યો

બીડી ધૂપથી લોકોના દુખ દૂર કરવાનો દાવો કરતા બાબાનો ધંધો વિજ્ઞાનજાથાએ ગોરખબંધ કરાવ્યો

 રાજકોટના હડાળા ગામે હવે બીડીનો ધૂપ જોવા નહીં મળે. કારણ છે નગીનભાઈ આંબલિયા ઉર્ફે ખાખી બાબાએ પલીસ અને વિજ્ઞાનજાથા સામે લેખિત બાંહેધરી આપી છે. તેમણે એવી બાંહેધરી આપી છે કે, તે હવે પછી ધૂપ આપી ધતિંગ નહીં કરે. આ મામલે વિજ્ઞાનજાથાએ લોકોને અપીલ કરી છે કે, તેઓ આવા ઢોંગી અને લાલચુ લોકોથી દૂર રહે. ઉલ્લેખનીય છે કે હડાળા ગામે ખાખી બાબા બીડીના ધૂપથી લોકોના દુ:ખ-દર્દ દૂર થતા હોવાનો દાવો કરવામાં આવતો હતો. 

Jan 22, 2019, 10:05 AM IST
રાજકોટ: બ્રહ્મ સમાજની બેઠકમાં પ્રમુખ પદ માટે ઘર્ષણ, ગાળાગાળી અને જાનથી મારવાની ધમકી અપાઈ

રાજકોટ: બ્રહ્મ સમાજની બેઠકમાં પ્રમુખ પદ માટે ઘર્ષણ, ગાળાગાળી અને જાનથી મારવાની ધમકી અપાઈ

શહેરમાં બ્રહ્મ સમાજની બેઠક યોજાઈ હતી તેમાં ખુબ માથાકૂટ અને બબાલ જોવા મળી.

Jan 21, 2019, 02:04 PM IST
જમીનની સમસ્યા ન ઉકેલાતા માતા-પુત્રએ કેરોસીન શરીર પર છાંટી આઈટી ઓફિસ પહોંચ્યા

જમીનની સમસ્યા ન ઉકેલાતા માતા-પુત્રએ કેરોસીન શરીર પર છાંટી આઈટી ઓફિસ પહોંચ્યા

 રાજકોટમાં આઈટી ઓફિસ ખાતે એક મહિલા અને તેનો પુત્ર આત્મવિલોપન કરવા પહોંચ્યા હતા. જોકે મહિલા અને તેનો પુત્ર આત્મવિલોપન કરે એ પહેલા જ બંન્નેની પોલીસે અટકાયત કરી. મહિલાએ પહેલા મેસેજ કરીને એવી ચીમકી આપી હતી કે, આઈટી ઓફિસ ખાતે તેઓ આત્મવિલોપન કરવાના છે. ચીમકી બાદ તેઓ કેરોસીન લઈને આઈટીની ઓફિસે પહોંચ્યા. પરંતુ મહિલાના મેસેજથી આઈટી ઓફિસ ખાતે એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ તથા પોલીસકર્મીઓને તૈનાત કરી દેવામાં આવ્યા હતા. જમીનના વિવાદમાં મહિલા અને તેના પુત્રએ આત્મવિલોપન કરવા પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. 

Jan 17, 2019, 03:52 PM IST
રાજકોટ મનપાએ એવી જબરી સ્ટાઈલમાં કરદાતાઓના કાન આમળ્યા, કે ટેક્સ ભરવા દોડ્યા લોકો

રાજકોટ મનપાએ એવી જબરી સ્ટાઈલમાં કરદાતાઓના કાન આમળ્યા, કે ટેક્સ ભરવા દોડ્યા લોકો

રાજકોટ મનપાએ અનોખી રીતે બાકી પ્રોપર્ટી ટેક્સવાળાઓના કાન આમળ્યા છે. મનપા દ્વારા રાજકોટમાં વિવિધ સ્થળે એલઈડી સ્ક્રીન પર કરદાતાઓના નામ મૂકી દેવાયા છે, જેની પોઝીટિવ અસર બાકી ટેક્સવાળાઓ પર જોવા મળી રહી છે.

Jan 12, 2019, 12:05 PM IST
શ્યામ રાજાણીની પૂર્વ પત્નીનો Audio વાઈરલ, બોલી-મયુર યુવતીઓ સપ્લાય કરતો

શ્યામ રાજાણીની પૂર્વ પત્નીનો Audio વાઈરલ, બોલી-મયુર યુવતીઓ સપ્લાય કરતો

 રાજકોટના શ્યામ રાજાણીના કૌભાંડના મામલામાં વધુ એક ઓડીયો ક્લીપ વાયરલ થઈ છે. મયુર મોરી શ્યામ રાજાણી માટે કામ કરતો હોવાનો ઘટસ્ફોટ શ્યામની પૂર્વ પત્ની કરિશ્મા ગાંધીએ તેની વાતચીતમાં કર્યો છે. 

Jan 10, 2019, 04:00 PM IST
રાજકોટને મળી વધુ એક ભેટ, 2500 એકરમાં બનશે ગ્રીનફીલ્ડ એરપોર્ટ

રાજકોટને મળી વધુ એક ભેટ, 2500 એકરમાં બનશે ગ્રીનફીલ્ડ એરપોર્ટ

આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં એરપોર્ટસ ઓથોરીટી ઓફ ઈન્ડિયા અને ગુજરાત સરકાર વચ્ચે MoU થયા હતા.

Jan 10, 2019, 02:48 PM IST
ક્યાં ગાયબ થયો હતો મયુર મોરી? ડો.શ્યામ રાજાણી વિશે કર્યા ચોંકાવનારા ખુલાસા

ક્યાં ગાયબ થયો હતો મયુર મોરી? ડો.શ્યામ રાજાણી વિશે કર્યા ચોંકાવનારા ખુલાસા

 25 દિવસથી ગાયબ પ્રાંસલાનો યુવક મયુર મોરી આખરે મળી આવ્યો હતો. મયુર ભાગીને કચ્છ જતો રહ્યો હતો, જેના બાદ તે ગઈકાલે પોલીસને મળ્યો હતો. 

Jan 10, 2019, 12:28 PM IST
શું ડો.રાજાણીના પ્રેમ-પ્રકરણનો ભાંડો મયુરે ફોડ્યો હતો? લંપટ ડોક્ટરની યુવતી સાથેના photos થયા લિક

શું ડો.રાજાણીના પ્રેમ-પ્રકરણનો ભાંડો મયુરે ફોડ્યો હતો? લંપટ ડોક્ટરની યુવતી સાથેના photos થયા લિક

 22 દિવસથી ગાયબ યુવકને માર મારવાના કેસમાં રાજકોટના ડો.શ્યામ રાજાણીનું નામ ખૂલ્યું છે. ત્યારે આ કેસમાં સંડોવાયેલા તબીબનો વિવાદીત ઇતિહાસ પણ ખૂલ્યો છે. કહેવાય છે કે, મયુરે જ ડોક્ટરના આડા સંબંધો વિશે ડોકટરની પત્નીને જાણ કરી હતી. જેને કારણે તેમના સંબંધો વણસ્યા હતા. તો બીજી તરફ, ડો. શ્યામ રાજાણી અગાઉ પણ સોનોગ્રાફીના કેસમાં ઝપટે ચઢ્યા હતા. આ વિશે તેની પત્ની કરિશ્મા ગાંધીએ પણ કંઈ કહેવાનો ઇન્કાર કર્યો હતો. 

Jan 6, 2019, 02:52 PM IST
22 દિવસથી ગુમ યુવકને માર મારતો વીડિયો વાઈરલ, રાજકોટના તબીબનું નામ ખૂલ્યું

22 દિવસથી ગુમ યુવકને માર મારતો વીડિયો વાઈરલ, રાજકોટના તબીબનું નામ ખૂલ્યું

 ગીર સોમનાથના સૂત્રાપાડાના પ્રાસલી ગામનો મયુર મોરી નામનો યુવક છેલ્લાં 22 દિવસથી રાજકોટથી લાપતા થયો છે. આ યુવકને હોસ્પિટલના ડોકટર સહિત 3 લોકો કારમાં માર મારતા વીડિયો સામે આવતા ચકચાર મચી ગઇ છે. હાલ પોલીસે ડો.શ્યામ રાજાણીની ધરપકડ કરીને તેમની પૂછપરછ શરૂ કરી છે. મયુર મોરી લાઈફ કેર નામની હોસ્પિટલમાં કામ કરતો હતો. 

Jan 6, 2019, 01:35 PM IST
VIDEO ડાયરામાં ગવાયું 'ગરવી રે ગુજરાતમાં પટેલ વટ છે તમારો...', અને થયો નોટોનો વરસાદ

VIDEO ડાયરામાં ગવાયું 'ગરવી રે ગુજરાતમાં પટેલ વટ છે તમારો...', અને થયો નોટોનો વરસાદ

પ્રખ્યાત લોક ગાયિકા ગીતા રબારીના ડાયરામાં ફરીથી ચલણી નોટોનો વરસાદ વરસ્યો. 

Jan 4, 2019, 08:51 AM IST
રાજકોટ: ગણતરીના કલાકોમાં સ્વાઈન ફ્લુથી 2 લોકોના મોત, કુલ મૃત્યુઆંક 44 પર પહોંચ્યો

રાજકોટ: ગણતરીના કલાકોમાં સ્વાઈન ફ્લુથી 2 લોકોના મોત, કુલ મૃત્યુઆંક 44 પર પહોંચ્યો

રાજ્યમાં સ્વાઈન ફ્લુથી થનારા મૃત્યુમાં બેનો વધારો થયો છે.

Jan 3, 2019, 01:58 PM IST
કદાચ આવો દેખાતો હશે એ બાળક, જેનું કપાયેલું માથુ રાજકોટમાં મળ્યું છે

કદાચ આવો દેખાતો હશે એ બાળક, જેનું કપાયેલું માથુ રાજકોટમાં મળ્યું છે

 રાજકોટના આજીનદીના પટ માંથી બાળકનું કપાયેલ માથું મળી અવવાની ઘટનાનો ભેદ હજુ પણ નથી ઉકેલાયો. ઘટનાને આજે 11 જેટલા દિવસ થઇ ગયા છે. તેમ છતાં પોલીસ હજુ ફાંફાં મારી રહી છે.  

Dec 30, 2018, 11:41 AM IST
ગરમ તેલમાં હાથ નંખાવીને મહિલાને સતના પારખા કરાવ્યા

ગરમ તેલમાં હાથ નંખાવીને મહિલાને સતના પારખા કરાવ્યા

 રાજકોટમાં તાજેતરમાં એક મહિના મેલડી માતાના મંદિર પાસે સતના પારખા કરાવવામાં આવ્યા હતા. માત્ર 20 હજાર રૂપિયાની ઉઘરાણીમાં મહિલાના હાથ ગરમ તેલમાં બોળાવ્યા હતા અને સત્યના પારખા કરાવ્યા હતા. ત્યારે મહિલાએ પોતાના પર થયેલ આ અત્યાચાર મામલે પોલીસના દરવાજા ખખટાવ્યા હતા. 

Dec 28, 2018, 04:44 PM IST
ગોંડલ : પોતાના જ રૂપિયા પરત માંગવા ગયેલા આધેડને સળગાવી દેવાયો

ગોંડલ : પોતાના જ રૂપિયા પરત માંગવા ગયેલા આધેડને સળગાવી દેવાયો

 ગોંડલના દેરડી ગામના એક આધેડને જીવતા સળગાવી દેવાનો ચકચારી બનાવ બન્યો છે. 20 હજારની ઉઘરાણી કરવા ગયેલા આધેડને જીવતા સળગાવી દેવાયા હતા. હાલ એમને  સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

Dec 27, 2018, 12:11 PM IST
રાજ્ય સરકારની મહત્વની જાહેરાત, કમુરતા બાદ દરેક ખેડૂતના ખાતામાં આવી જશે પાક વીમાની રકમ

રાજ્ય સરકારની મહત્વની જાહેરાત, કમુરતા બાદ દરેક ખેડૂતના ખાતામાં આવી જશે પાક વીમાની રકમ

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે હોમટાઉન રાજકોટ ખાતે કિસાન સંમેલનમાં હાજરી આપી. આ દરમિયન અનેક ખેડૂતોને નાની મોટી સહાય કરવામાં આવી. શહેરના હેમુગઢવી હોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 

Dec 25, 2018, 10:16 AM IST
રાજકોટ : બાળકના માથાનો ભેદ હજી નથી ઉકેલાયો, પોલીસ હજી અંધારામાં તીર મારી રહી છે

રાજકોટ : બાળકના માથાનો ભેદ હજી નથી ઉકેલાયો, પોલીસ હજી અંધારામાં તીર મારી રહી છે

 રાજકોટમાં મળેલા બાળકના માથાનો ભેદ પાંચ દિવસેય ઉકેલાયો નથી. ત્યારે આ મામલે રાજકોટ પોલીસે ગુજરાતના અપહ્યત બાળકોનો ડેટા મંગાવ્યો છે. રાજ્યભરમાંથી 112 બાળકોનો ડેટા આવ્યો છે. ત્યારે હવે 112 બાળકોના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.

Dec 24, 2018, 12:18 PM IST
 જસદણમાં 6 અપક્ષ ઉમેદવારોના ભૂંડા હાલ થયા, આંગળીના વેઢે ગણાય તેટલા વોટ મળ્યા

જસદણમાં 6 અપક્ષ ઉમેદવારોના ભૂંડા હાલ થયા, આંગળીના વેઢે ગણાય તેટલા વોટ મળ્યા

 જસદણનું પરિણામ ભાજપ તરફી આવી ગયું છે, જેમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જસદણમાં 9 વર્ષ બાદ કોંગ્રેસના ગઢમાં ગાબડુ પાડીને ભાજપે કમળ ખીલવ્યું હતું, જેનો શ્રેય કુંવરજી બાવળીયાને જાય છે. જસદણની પેટા ચૂંટણીમાં કુંવરજી 19985 જેટલી લીડથી જીત્યા હતા. તો અવસર નાકિયાને 70283 મત મળ્યા હતા. જસદણની ચૂંટણીમાં હાર-જીત વચ્ચે 6 ઉમેદવારો પણ ઉભા રહ્યા હતા. પરંતુ તેમના ભૂંડા હાલ થયા હતા. તેમને આંગળીના વેઢે ગણાય તેટલા વોટ મળ્યા હતા. 

Dec 23, 2018, 04:34 PM IST
જસદણ પેટા ચૂંટણી : કોંગ્રેસના ગઢમાં પડ્યું ગાબડું, ઇતિહાસનું થયું પુનરાવર્તન

જસદણ પેટા ચૂંટણી : કોંગ્રેસના ગઢમાં પડ્યું ગાબડું, ઇતિહાસનું થયું પુનરાવર્તન

 જસદણની ચૂંટણી કોંગ્રેસ માટે સૌથી મોટી હાર છે. પોતાનો ગઢ સાચવવામાં કોંગ્રેસ અસફળ રહી, તો કુંવરજી પોતાની રાજકીય કારકર્દી સાચવવામાં સફળ થયા. કુંવરજીએ પક્ષપલટો કરતા જ કોંગ્રેસના ગઢમાં ગાબડુ પડ્યું. કોંગ્રેસે આ ચૂંટણી જીતવા માટે અનેક સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા હતા, પણ છેવટે હારનો સામનો કરવો પડ્યો હતો. જસદણની સીટ કોંગ્રેસનું ઘર કહેવાતી હતી. 1962થી 9 વાર કોંગ્રેસે આ સીટ પર દબદબો જાળવ્યો હતો. 1962થી માત્ર એક જ વાર 2009માં આ સીટ ભાજપે આંચકી હતી. પરંતુ ત્યાર બાદ 2012 અને 2017માં ફરીથી કોંગ્રેસ સત્તા પર આવી હતી. ત્યારે કોંગ્રેસ માટે આ જીત બહુ જ મહત્વની હતી. બીજી તરફ આવતા વર્ષે જ્યારે લોકસભાનું

Dec 23, 2018, 03:00 PM IST
લોકસભા ચૂંટણીમાં 26 બેઠક જીતવાનો સંકેત આ ચૂંટણીએ આપ્યો : CM રૂપાણી

લોકસભા ચૂંટણીમાં 26 બેઠક જીતવાનો સંકેત આ ચૂંટણીએ આપ્યો : CM રૂપાણી

 કુંવરજી બાવળીયા થકી ભાજપ જસદણમાં કોંગ્રેસના ગઢમાં ગાબડુ પાડવામાં સફળ રહી છે. ભાજપે કોંગ્રેસ પાસથી જસદણની વિધાનસભાની બેઠક આંચકી લીધી છે. ત્યારે ઈલેક્શનના પરિણામ બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કુંવરજીને અભિનંદન આપ્યા હતા. તેઓએ આ જીતને ભાજપની મોટી જીત ગણાવી હતી. 

Dec 23, 2018, 01:05 PM IST
કુંવરજી અને ભાજપની જંગી જીત પાછળ આ કારણો છે જવાબદાર

કુંવરજી અને ભાજપની જંગી જીત પાછળ આ કારણો છે જવાબદાર

 આખરે જસદણમાં કોંગ્રેસના કાંગરા ખરી ગયા છે. અવસર નાકિયાને જંગી બહુમતીથી હાર આપીને ભાજપે પોતાનો ગઢ પ્રસ્થાપિત કર્યો છે. કુંવરજી બાવળિયા 20 હજારથી વધુની લીડથી જીત્યા છે. એક દશક બાદ જસદણની ભૂમિ પર ભાજપનું કમળ ખીલ્યું છે. આ સાથે જ ત્રણ રાજ્યોમાં થયેલી ભાજપની હારનું દુખ પણ ભૂલાઈ ગયું છે. ભાજપને પોતાની શાખ બચાવી રાખી છે. આ સાથે જ સીએમ રુપાણી ટૂંક સમયમાં જ જસદણ પહોંચશે અને કુંવરજીના વિજય સરઘસમાં જોડાશે. ભાજપની જીતથી સમગ્ર રાજ્યમાં કાર્યકરોમાં આનંદ છવાઈ ગયો છે. પક્ષપલટો કરવાનો નિર્ણય કુંવરજીને આખરે ફળ્યો હતો. 

Dec 23, 2018, 12:42 PM IST