અમદાવાદના આંબાવાડીમાં મોડી રાતે મોટી ધમાલ, સળગી બાઇકો અને પાંચથી વધુ પોલીસકર્મી ઘાયલ

ભુદરપુરા વિસ્તારમાં મોડી રાતે જુથ અથડામણનો બનાવ બન્યો હતો

Punita Vaidya Punita Vaidya | Updated: Apr 17, 2018, 08:41 AM IST
અમદાવાદના આંબાવાડીમાં મોડી રાતે મોટી ધમાલ, સળગી બાઇકો અને પાંચથી વધુ પોલીસકર્મી ઘાયલ

અમદાવાદ : અમદાવાદના આંબાવાડી નજીક આવેલા ભુદરપુરા વિસ્તારમાં મોડી રાતે જુથ અથડામણનો બનાવ બન્યો હતો. અહીં બે જુથો નજીવી બાબતે સામ સામે આવી જતા.એક બીજા પર પથ્થરમારો કરી વાહનોને આગ ચાંપી હતી અને વાહનોમાં તોડફોડ કરી હતી.

આંબાવાડી વિસ્તારમાં ભુદરપુરામાં આવેલી રાજપુત સમાજની હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોની સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. જો કે બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા સ્થાનિક લોકોના ટોળાએ હોસ્ટેલમાં ઘુસીને તોડફોડ કરી હતી અને બાઈકોમાં આગ ચાંપી કરી હતી. જો કે આગને કાબુમાં લેવા ફાયરની બે ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી. જોકે સ્થાનિકોએ ફાયરની ગાડી પર પણ હુમલો કર્યો હતો.

ભુદરપુરાના રહેવાસીઓનો આક્ષેપ છે કે તેમના વિસ્તારમાં આવેલી રાજપૂત સમાજની હોસ્ટેલમાં રહેતા યુવકો અવારનવાર હોસ્ટેલના રૂમમાં બર્થડે પાર્ટી અને દારૂની મહેફિલ માણે છે. આ સિવાય ત્યાં રહેતા દલિત સમાજની યુવતીઓની છેડતી પણ ખાતે છે. આ પરિસ્થિતમાં ઉશ્કેરાયેલા લોકોની હોસ્ટેલમાં રહેતા લોકો સાથે ઝપાઝપી થઈ હતી. આ સમગ્ર બનાવની જાણ થતા એલિસબ્રિજ પોલીસ સહિત શહેર ક્રાઈમ બાન્ચ.એસ.ઓ.જી. ઘટના સ્થળે પહોંચ્યા હતા. પરિસ્થિતિને કાબુમાં લેવા 15 કરતા વધારે ટીયરગેસના સેલ છોડ્યાં હતાં. આ મામલામાં પોલીસે 8થી વધારે સ્થાનિક લોકોની અટકાયત કરી હતી. આ બનાવમાં પાંચથી વધારે પોલીસકર્મીઓને પણ ઇજા પહોંચી છે. 

વકર્યો 'ભગવા આતંકવાદ'નો વિવાદ, ઠંડુ પાણી રેડવા મેદાને પડી કોંગ્રેસ

અટકાયત બાદ મોડી રાત્રે સ્થાનિક મહિલાઓ અને યુવકોએ એલિસબ્રિજ પોલીસ મથકનો  ઘેરાવ કર્યો હતો. તેઓની માગણી હતી કે જૂથ અથડામણ દરમિયાન અટકાયત કરાયેલા યુવકોને છોડી દેવામાં આવે. મોડી રાત સુધી સમગ્ર મામલે પોલીસને સ્થાનિક  અગ્રણીઓ અને સમાજના આગેવાનો વચ્ચે મંત્રણા ચાલી હતી અને અટકાયત કરેલા દલિત યુવાનોને છોડી મુકવામાં આવ્યા હતા.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close