સુરતમાં ફ્લેટમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ, વિદેશી લલનાઓ અને ચાર યુવકની અટકાયત

સુરતના જહાંગીરપુરાના એક ફ્લેટમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે.

  સુરતમાં ફ્લેટમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ, વિદેશી લલનાઓ અને ચાર યુવકની અટકાયત

સુરતઃ જહાંગીરપુરાના એક ફ્લેટમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. જેમાં 3 વિદેશી યુવતી સાથે 4 યુવકોને ઝડપીને પોલીસ હવાલે કરાયા હતા. જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા અંકુર હાઈટ્સના એક ફ્લેટમા દારૂની પાર્ટી ચાલતી હોવાની જાણ થતા મહિલાઓ ફ્લેટમા ઘુસી ગઈ હતી. જેમાં 3 થાઈલેન્ડની યુવતી અને 4 યુવકો દારૂની પાર્ટી કરતા પકડાયા હતા. જે પગલે લોકોએ તેમને પોલીસ હવાલે કર્યા હતા. જેથી તમામને હોસ્પિટલ ખસેડીને મેડિકલ તપાસ કરાઈ હતી.. અંકુર હાઈટ્સમાં રહેતા લોકોનો આક્ષેપ છે કે, આ મકાનમાં કૂટણખાનું પણ ચાલે છે. જેના કારણે તેઓ ત્રાસી ઉઠ્યા છે. આ મુદ્દે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news