વેલેન્ટાઇન્સ ડેના દિવસે પ્રેમની ઉજવણીનો અનોખો કિસ્સો

સામાન્ય રીતે ઘરેથી ભાગીને લગ્ન કરનારા પ્રેમીપંખીડાઓ માં યુવતીની ઉંમર સગીર હોવાના ઘણા કિસ્સા બનતા હોય છે

Punita Vaidya Punita Vaidya | Updated: Feb 14, 2018, 11:49 AM IST
વેલેન્ટાઇન્સ ડેના દિવસે પ્રેમની ઉજવણીનો અનોખો કિસ્સો

અમદાવાદ/સંજય ટાંક : ઠેર ઠેર પ્રેમની અભિવ્યક્તિના દિવસ એટલે વેલેન્ટાઇન્સ ડે ની ઉજવણી થઇ રહી છે ત્યારે અમદાવાદ નજીકના એક ગામનું પ્રેમી યુગલ પોતાના સંબંધને એક નામ આપવાના પ્રયાસ કરી રહ્યું છે. ઉંમર બાધને કારણે લગ્ન શક્ય ન હોવાના કારણે આ યુગલે આખરે મૈત્રી કરારનો સહારો લીધો છે.

અમદાવાદ નજીકના એક ગામમાં રહેતા સાગર અને સરિતા (નામ બદલાવેલ છે) નાનપણથી જ એકબીજાને ઓળખે છે. તેમની વચ્ચે પહેલાં સારી મિત્રતા હતી જે ક્રમશ: પ્રેમમાં પરિણમી હતી. જોકે સમસ્યા એ હતી કે સરિતા વયમાં સાગર કરતા મોટી હતી અને બંનેના પરિવારજનોને આ સંબંધ મંજૂર નહોતા. સાગર અને સરિતાને લગ્ન તો કરવા હતા પણ સરિતાને 18 વર્ષ થઈ ગયા હતા અને સાગર હજી પુખ્તવયનો નહોતો. આ સંજોગોમાં પ્રેમી જોડીએ ઘર છોડી દીધું છે અને વકીલની સલાહ લઈ મૈત્રી કરારથી જોડવાનું નકકી કર્યું છે.

સામાન્ય રીતે ઘરેથી ભાગી ને લગ્ન કરનારા પ્રેમીપંખીડાઓ માં યુવતીની ઉંમર સગીર હોવાના ઘણા કિસ્સા બનતા હોય છે. જોકે સાગર અને સરિતાના કિસ્સાઆમાં સાગર લગ્ન કરવા માટે હજુ પુખ્ત વયનો નથી થયો જ્યારે સરિતાને તેના પિતા તેની મરજી વિરૂદ્ધ તેનાથી ડબલ વયના આધેડ સાથે પરણાવવા માંગતા હતા. પરિવારજનો ની નારાજગી વચ્ચે આ બંને પ્રેમીપંખીડાએ આખરે કોર્ટનું શરણું લીધું છે અને વકીલના માર્ગદર્શન નીચે તેઓ વેલન્ટાઇન ડે ના દિવસથી જ મૈત્રી કરારથી જોડાઈ રહ્યા છે.