જામનગરઃ સારવાર દરમિયાન SRP જવાનનું મોત, પરિવારજનોએ ડોક્ટર પર લગાવ્યો આરોપ

પગમાં દુખાવો ઉપડતા જવાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 

 જામનગરઃ સારવાર દરમિયાન SRP જવાનનું મોત, પરિવારજનોએ ડોક્ટર પર લગાવ્યો આરોપ

જામનગરઃ ચેલામાં આવેલા એસઆરપી ટ્રેનિંગ સેન્ટરમાં ટ્રેનિંગ લઈ રહેલા એક એસઆરપી જવાનને પગમાં દુખાવો ઉપડ્યો હતો. ત્યારબાદ તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાદ દરમિયાન જવાનનું મોત થયું હતું. ત્યારે પરિવારજનોએ ડોક્ટર પર બેદરકારીનો આક્ષેપ કર્યો છે. 

આ જવાન મૂળ જસદણના ખડવાવડી ગામનો છે. તે જામનગરના ચેલામાં આવેલા એસઆરપી ટ્રેનિંગ સેન્ટરમાં ટ્રેનિંગ લઈ રહ્યો હતો. અશ્વિન ઓઘડ માંડાણી નામના આ જવાનને પગમાં દુખાવો થયો હતો. ત્યારબાદ તેમણે 21 સપ્ટેમ્બરે ડોક્ટર પાસેથી દવા લીધી હતી. ત્યારબાદ 22 સપ્ટેમ્બરે જીજી હોસ્પિટલમાં દાખલ થયો હતો. પરંતુ સારવાર દરમિયાન મોત નીપજતા ખાનગી હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીને કારણે મોત નીપડ્યાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો હતો. ડોક્ટરે ઈન્જેક્શન આપ્યા બાદ તેની તબીયત વધુ લથડી હતી, તેમ પરિવાર જનોએ જણાવ્યું હતું. આ સાથે પરિવારજનોએ ખાનગી હોસ્પિટલના ડોક્ટર સામે પગલા ભરવાની માંગ કરી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news