ધારસભ્યો બાદ હવે કોર્પોરેટરોને લીલાલેર, સુરતના નગરસેવકના પગારમાં ત્રણ ગણો વધારો

5000 હજારથી વધી વેતન 15 હજાર સુધી લઇ જવામાં આવ્યું છે. મુખ્યમંત્રી રૂપાણીએ પોતાનાં જન્મદિને જાહેરાત કરી હતી. કોર્પોરેટરનાં વેતન વધારાની જાહેરાત કરી હતી.

ધારસભ્યો બાદ હવે કોર્પોરેટરોને લીલાલેર, સુરતના નગરસેવકના પગારમાં ત્રણ ગણો વધારો

સુરત: બે દિવસીય વિધનસભા સત્રમાં ધારાસભ્યોના પગાર વધારો થયા બાદ હવે સુરતના કોર્પોરેટરો માટે સારા સમાચાર સામે આવ્યા છે. કોર્પોરેટરનાં પગારમાં ત્રણ ગણો વધારો કરાયો છે. સ્ટેન્ડીંગ કમિટીમાં પગાર વધારાની દરખાસ્ત મંજૂર કરાઇ હતી. મનપાની સામાન્ય સભામાં આખરી મહોર લાગશે. સુરત મનપામાં 29 વોર્ડમાં 116 કોર્પોરેટરને આ પગાર વધારાનો લાભ અપાવામાં આવશે. 5000 હજારથી વધી વેતન 15 હજાર સુધી લઇ જવામાં આવ્યું છે. મુખ્યમંત્રી રૂપાણીએ પોતાનાં જન્મદિને જાહેરાત કરી હતી. કોર્પોરેટરનાં વેતન વધારાની જાહેરાત કરી હતી. પાલિકાની તિજોરી પર વાર્ષિક રૂ.1.39 કરોડનો બોજ વધશે. 

116 કોર્પોરેટરોને થશ ફાયદો 
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના 63માં જન્મદિવસે રાજયની 8 મહાનગરપાલિકાઓના નગરસેવકોને પગાર વધારાની ભેટ આપી હતી. સુરત મહાનગર પાલિકાના 29 વોર્ડના 116 કોર્પોરેટરોને માનદ વેતન પેટે રૂ.૩૦૦૦, મીટીંગ ભથ્થાના રૂ.૨૫૦ (એક માસમાં વધીને પાંચ મીટીંગ ભથ્થા મળે), ટેલીફોન ભથ્થાના રૂ.૭૫૦ અને સ્ટેશનરી ભથ્થાના રૂ.૫૦૦ સહિત માસિક એવરેજ ૫૦૦૦ જેવો પગાર ચુકવવામાં આવતો હતો. હવે જે વધીને 15000 સુધી થઇ જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news