સુરત બીઆરટીએસમાં કાર લઈને ઘુસેલા પીઆઇ એમ.આર. નકુમ આખરે સસ્પેન્ડ

હાલમાં સોશિયલ મીડિયામાં સુરતનો એક વીડિયો વાઇરલ થયો હતો

Punita Vaidya Punita Vaidya | Updated: Feb 9, 2018, 11:30 AM IST
સુરત બીઆરટીએસમાં કાર લઈને ઘુસેલા પીઆઇ એમ.આર. નકુમ આખરે સસ્પેન્ડ

સુરત : હાલમાં સોશિયલ મીડિયામાં સુરતનો એક વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયોમાં બીઆરટીએસ રૂટમાં કાર લઈને ઘુસેલા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. નકુમ ઝડપાઈ ગયા હતા. આ વીડિયો વાઇરલ થતા ટ્રાફિક ડીસીપી અને એસીપીને તપાસ સોંપાય એવી શક્યતા છે.  હાલમાં તેમના પર છ મહિના પહેલાના ડિંડોલી મર્ડર કેસમાં વેઠ ઉતારવા બદલ શિક્ષાત્મક પગલાં લેવાયા છે. 

હાલમાં એમ.આર. નકુમનો વીડિયો પણ વાઇરલ બન્યો છે. સુરતના જહાંગીરપુર પાસેની આ ઘટના છે. વીડિયોમાં સુરતમાં બીઆરટીએસ લેનમાં ટ્રાફિક  સર્કલ-1ના પોલીસ ઇન્સપેક્ટર એમ.આર. નકુમ પોતાની ગાડી ચલાવે છે ત્યારે એક કોમનમેન તેમને ખખડાવી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કોમનમેન પોલીસ ઇન્સ્પેક્ટરને  કઈ રહ્યો છે કે, જો સામાન્ય માણસ બીઆરટીએસ લેનમાં પોતાનું વાહન ચલાવે તો પોલીસવાળા તેને પકડીને દંડ ફટકારે છે, તો પોલrસવાળા બીઆરટીએસમાં વાહન ચલાવે તેનું શું? એવી દલીલ સાથે કોમન મેન પોલીસ ઇન્સ્પેટરને બરાબરના ખખડાવે છે અને આ વીડિયોમાં પોલીસ ઇન્સપેટર ઈમરજન્સીમાં હોય તેવુ જણાવી રહ્યા છે. 

નોંધનીય છે કે PI એમ.આર.નકુમ ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવે છે ત્યારે બીઆરટીએસ ટ્રેકમાં કાર ચલાવતા નાગરિકે તેમને ખખડાવ્યા હતા. PIએ ટ્રાફિક હોવાથી બીઆરટીએસ ટ્રેકમાં કાર ચલાવી હોવાનું જણાવ્યું હતું.