ભૂજ-દાદર એક્સપ્રેસ મુંબઈ પહોંચી, તો ટ્રેનમાં મળી સુરતી મહિલાની રક્તથી લથપથ લાશ

પ્રાથમિક તપાસમાં લૂંટ વિથ મર્ડરનો કિસ્સો સામે આવી રહ્યો છે. મુંબઈ સેન્ટ્રલ જીઆરપીના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક શૈલેન્દ્રએ જણાવ્યું કે, મૃતક મહિલા દાડિયા દેવી શંકર ચૌધરી (ઉંમર 40 વર્ષ) નામની મહિલા મૂળ સુરતથી ભૂજ-દાદર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં ચઢી હતી.

ભૂજ-દાદર એક્સપ્રેસ મુંબઈ પહોંચી, તો ટ્રેનમાં મળી સુરતી મહિલાની રક્તથી લથપથ લાશ

સુરત : સુરતથી મુંબઈ માટે નીકળેલી એક 40 વર્ષીય મહિલાની ભૂજ-દાદર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં શુક્રવારે સવારે 11થી 12ની વચ્ચે ગળુ કાપીને હત્યા કરી દેવાઈ છે. મળેલી માહિતી મુજબ, ભૂજ-દાદર સુપરફાસ્ટ એક્સપ્રેસ પોતાના નિયત સમયે 12.10 વાગ્યે દાદર પહોંચી હતી. આરપીએફનો કર્મચારી જ્યારે ગાડીના ચેકિંગ કરતા સમયે એક ડબ્બામાં પહોંચ્યો, તો તેણે ડબ્બામાં રક્તથી લથપથ મહિલાની લાશ જોઈ હતી. આખી બોગીમાં લોહી ફેલાયેલુ હતું. જેના બાદ તેણે જીઆરપીને જાણ કરી હતી. 

જીઆરપીએ મહિલાના મૃતદેહનો કબજો મેળવ્યો હતો. આરપીએફના જણાવ્યા અનુસાર, મહિલાના શરીર પર અડધા કપડા પણ ન હતા. સંભવ છે કે, હત્યારાએ મહિલાની સાડીથી તેના મૃતદેહને ઢાંકી દીધો હતો. હાલ મુંબઈ સેન્ટ્રલ જીઆરપીએ હત્યાનો કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં લૂંટ વિથ મર્ડરનો કિસ્સો સામે આવી રહ્યો છે. મુંબઈ સેન્ટ્રલ જીઆરપીના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક શૈલેન્દ્રએ જણાવ્યું કે, મૃતક મહિલા દાડિયા દેવી શંકર ચૌધરી (ઉંમર 40 વર્ષ) નામની મહિલા મૂળ સુરતથી ભૂજ-દાદર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં ચઢી હતી. તે મુંબઈમાં રહેતી પોતાના બહેનને મળવા માટે સુરતથી નીકળી હતી. દડિયા દેવીના પતિ સુરતમા કાપડની એક દુકાનમાં કામ કરે છે. તેમને સંતાનમાં બે દીકરીઓ અને એક દીકરો છે. 

IMG-20181207-WA0090.jpg

જે ટ્રેનમાં આ લાશ મળી છે, તે ટ્રએન સુરત બાદ મહારાષ્ટ્રમાં વસઈ, બોરીવલી અને દાદરમાં સ્ટોપેજ ધરાવે છે. જે બોગીમાં લાશ મળી છે, તે ડબ્બો ગાર્ડની તરફથી સૌથી પાછળના ડબ્બા સાથે જોડાયેલ છે, અને મહિલા બોગી હતી. આ બોગીમાં 20 લોકોના બેસવાની વ્યવસ્થા છે. પોલીસના જણાવ્યા અનુસાર, સીસીટીવી ફુટેજમાં બોરીવલી સ્ટેશન પર ચાર મહિલાઓ તેમાંથી ઉતરતી દેખાઈ હતી. બાકીના સ્ટેશનોના સીસીટીવી ફૂટેજ પણ તપાસાઈ રહ્યા છે. પરંતુ સીસીટીવી મુજબ પોલીસ અંદાજ લગાવી રહી છે કે, મહિલાની હત્યા વસઈથી દાદરની વચ્ચે ક્યાંક થઈ હશે. કેમ કે, વસઈ બોરીવલીની વચ્ચે હત્યા થઈ છે તો ચાર લોકો ઉતરતા દેખાયા છે. આ ચારેય લોકો શંકાની સ્થાનમાં છે કે, જો તેમની હાજરીમાં હત્યા થઈ તો તેમણે પોલીસે કેમ જાણ નથી કરી. અથવા તો આ ચારેયમાંથી કોઈએ હત્યા કરી હશે.

અથવા તો બીજી થિયરી એમ છે કે, જો બોરીવલી અને દાદરની વચ્ચે હત્યા થઈ છે તો આખરો મૃતક મહિલાની સાથે એ બોગીમાં કોણ હતું. અથવા ટ્રેન બોરીવલી જંક્શનથી છૂટ્યા બાદ ક્યાંક રોકાી હશે તો સિગ્નલ ન મળવાને કારણે અથવા તો કોઈ માથાભારે શખ્સ ટ્રેનમાં ચઢ્યો હશે, અથવા ટ્રેન છૂટતા સમયે પ્લેટફોર્મથી ચઢ્યો હોય અને હત્યાને અંજામ આપીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ તમામ મામલે પોલીસ તપાસ ચાલી રહી છે. 

મહિલાના ગળા પર નિશાન
મહિલાના બંને હાથ અને છાતીના ભાગ પર ચાકૂના ઘાના નિશાન છે. તેનાથી અનુમાન લગાવાયુ છે કે, મહિલાએ જોરદાર પ્રતિરોધ કર્યો હતો. પ્રાથમિક તપાસમાં આ અનુમાન લગાવાઈ રહ્યું છે કે, આ લૂંટનો વિરોધ કરવાને કારણે મહિલાની હત્યા કરી દેવાઈ હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news