પાક જેલમાં બંધ અમદાવાદના કુલદીપ યાદવની બહેનને નોકરી આપવા HCનો આદેશ

1994માં કુલદિપ યાદવને જાસૂસીના કેસમાં પાકિસ્તાન દ્વારા પકડી લેવામાં આવ્યો હતો હાલ તે લખપત જેલમાં બંધ છે.  

Dhaval Gokani Dhaval Gokani | Updated: Jun 12, 2018, 11:28 PM IST
 પાક જેલમાં બંધ અમદાવાદના કુલદીપ યાદવની બહેનને નોકરી આપવા HCનો આદેશ

અમદાવાદઃ 23 વર્ષથી પાકિસ્તાનની જેલમાં બંધ કુલદિપ યાદવની બહેને હાઈકોર્ટમાં કરેલી અરજી મામલે હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કુલદિપ યાદવની બહેને કરેલી અરજીને હાઈકોર્ટે અંશઃત મંજૂર રાખી છે. સાથે જ હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આદેશ કર્યો છે કે આ કિસ્સાને અપવાદરૂપ કેસ ગણીને રેખા યાદવને નોકરી આપવામાં આવે. તો રેખા યાદવે કરેલી વળતરની માગને હાઈકોર્ટે ફગાવી છે. મહત્વનું છે કે કુલદિપ યાદવની બહેને વર્ષ 2012માં પોતાના ભાઈને છોડાવવા અરજી કરી હતી જેમાં હાઈકોર્ટે રેખા યાદવને રાહત આપી હતી. 1994માં કુલદિપ યાદવને જાસૂસીના કેસમાં પાકિસ્તાન દ્વારા પકડી લેવામાં આવ્યો હતો હાલ તે લખપત જેલમાં બંધ છે. 

 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close