ગુજરાતની એક માત્ર સરકારી શાળાને મળ્યો સ્વચ્છતાનો એવોર્ડ, અનેક સુવિધાઓથી છે સજ્જ

વડોદરા જિલ્લાના વાધોડિયાન તાલુકામાં માત્ર 1 હજારની વસ્તી ધરાવતાં ઇટોલી ગામની પ્રાથમિક શાળાને દેશના માનવ સંસાધન અને વિકાસમંત્રી પ્રકાશ જાવડેકરનાં હસ્તે નેશનલ કક્ષાનો સ્વચ્છતાં અભિયાનનો એવોર્ડ મળ્યો છે. 

ગુજરાતની એક માત્ર સરકારી શાળાને મળ્યો સ્વચ્છતાનો એવોર્ડ, અનેક સુવિધાઓથી છે સજ્જ

ચિરાગ જોશી/વાઘોડિયા: મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા સ્વચ્છતા અભિયાન અંતર્ગત દેશની અને રાજ્યની તમામ સરકારી શાળાઓમાં પણ આ સ્વચ્છકતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે વડોદરા જિલ્લાના વાધોડિયાન તાલુકામાં માત્ર 1 હજારની વસ્તી ધરાવતાં ઇટોલી ગામની પ્રાથમિક શાળાને દેશના માનવ સંસાધન અને વિકાસમંત્રી પ્રકાશ જાવડેકરનાં હસ્તે નેશનલ કક્ષાનો સ્વચ્છતાં અભિયાનનો એવોર્ડ મળ્યો છે. અને ગુજરાતની એક માત્ર સ્વચ્છ શાળા તરીકેનું સન્માન પ્રાપ્ત કર્યું છે. આ બાબતની જાણ સમગ્ર જિલ્લામાં થતા જ હાલ જીલ્લાનાં કેટલાય એનજીઓ, અધિકારીઓ, રોજકીય નેતાઓ દ્વારા હાલ આ શાળા પર અભિનંદનની વર્ષાઓ થઇ રહી છે. ગામ તથા શાળામાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.

Itoli-Prathmik-School-2

અનેક સુવિધાથી સજ્જ છે, ગુજરાતની આ સરકારી શાળા 
આ સરકારી શાળાની સુવિધાની જો વાત કરવામા આવે તો સમગ્ર ગુજરાતની એક માત્ર સ્વચ્છતા અભિયાનનો નેશનલ એવોર્ડ મેળવતી પ્રાથમિક શાળાને પ્રથમ તબક્કે પ્લાસ્ટીક પ્રતિંબંધ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. શાળાનાં વિદ્યાર્થીની બર્થડે હોય તો ચોકલેટ નહી ફ્રુટ આપવાની પ્રથા છે. શાળામાં થતાં જૈવિક અને અજૈવિક કચરાનાં નિકાલની વ્યવસ્થા, સ્વચ્છતાં અને આરોગ્યને લગતાં ચિત્રો તથા સંદેશા, પીવાનું પાણી એક્વાગાર્ડની સાથે અને પ્રત્યેક વર્ગે પીવાનાં પાણીનાં જગો, વરસાદી પાણીનો સંચય, પાણી સંગ્રહ સંરક્ષણની વ્યવસ્થા અને વેસ્ટ પાણીનું રીસાયકલીંગ કરી રીયુઝ ની વ્યવસ્થા, પાણી વપરાશનાં માપદંડ માટે વોટર મીટર, શૌચાલયોની નિયમિત સફાઇ,સફાઇ અંગેનું રીપોર્ટ કાર્ડ, કન્યાઓ માટે માસિક ધર્મને લઇને પેડ બોક્ષ તથા નાશ કરવાની વ્યવ્સથા, વિવિધ કલરનાં ડસ્ટબીનો, તમામ પ્રકારનાં કચરાનાં નિકાલની વૈજ્ઞાનિક વ્યવસ્થાઓ સાથે જૈવિક કચરા માંથી બનતા ખાતરનો કીચન ગાર્ડનમાં ઉપયોગ, સ્વચ્છ આવતાં વિદ્યાર્થીઓ ને દર માસે પુરસ્કાર, ડાઇનિગ હોલ, જેવી તમામ વ્યવસ્થાઓ આ શાળામાં રહેલી છે.

Itoli-Prathmik-School-1

શાળમાં બાળકોનો જન્મ દિવસ પણ અલગ રીતે ઉજવાય છે.
એટલુજ નહિ આ શાળા વિધાર્થીઓ સ્વરછ અને ડ્રાઇક્લીન કરાવેલા કપડા પેહરીને આવે અને જે વિધાર્થી વધુ સારો લાગે તે વિધાર્થીને શાળામાં એ દિવસે ગુલાબ આપીને શાળાના વિધાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા તાળીઓથી સન્માન કરવામા આવે છે. અને તેનુ નામ નોટીસ બોર્ડ પર લખવામા આવે છે જેથી શાળાના તમામ વિધાર્થી ઓને સ્વરછતાનો સંદેશ પોહચી શકે. આ ગુજરાત માત્ર આ એકમાત્ર સરકારી શાળા છે ત્યા ખાનગી સ્કુલ માંથી છોકરા ઉઠાડીને વાલીઓ આ ઇટોલી સરકારી પ્રાથમિક શાળામા ભણવા મુકે છે. સરકાર દ્વારા ગુજરાત તમામ શાળાને જે ગ્રાંટ આપવામા આવે છે તેટલીજ ગ્રાંટ આ શાળાને મળે છે. પરંતુ ગામલોકોના સાથે અને શાળાના શિક્ષકો દ્વારા શાળાના ડેવલોપમેંટ માટે પૈસા ઉગરવામા આવે છે. જેથી આટલો ઝડપી વિકાસ આ શાળામાં જોવા મળ્યો છે. જો ગુજરાત સરકાર શાળાને જોઇને કોઇ શીખલે અને સરકારી શાળાનું સ્થાન ઉચે સુધી લઇ જવા આ પ્રકારના અભીગમની શાળા બનાવે તો ગુજરાતનું શિક્ષણ ઉભરી આવે તેમ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news