ઘર બંધ કરીને જાઓ એ પહેલાં ચેતી જાઓ વાંચીને વિદ્યાનગરનો આ કિસ્સો

ચોરાયેલા મુદ્દામાલમાંથી કેટલોક મુદ્દામાલ પરત મળી આવ્યો હતો

  • વિદ્યાનગરના એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને ગ્રીલ કાઢી કરી ચોરી
  • વિદ્યાનગર પોલીસને જાણ કરતાં પોલીસ આવી ચઢી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી
  • ચોરાયેલા મુદ્દામાલમાંથી કેટલોક મુદ્દામાલ પરત મળી આવ્યો હતો

Trending Photos

ઘર બંધ કરીને જાઓ એ પહેલાં ચેતી જાઓ વાંચીને વિદ્યાનગરનો આ કિસ્સો

આણંદ : આણંદ નજીક આવેલા વિદ્યાનગરના એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને ગ્રીલ કાઢી નાંખી અંદરથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળીને અંદાજે દશેક લાખની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. 

વિદ્યાનગરના મુસ્લિમ હોસ્ટેલવાળા રોડ ઉપર રહેતા જયેશભાઈ મોહનભાઈ પ્રજાપતિ જીલ કોર્નરના નામે ચા-નાસ્તાની દુકાન ચલાવીને ગુજરાન ચલાવે છે. આગળ દુકાન અને પાછળ ઘર આવેલું છે. ગત ૨૦મી તારીખના રોજ રાજસ્થાન ખાતે રહેતા સાળાનું અવસાન થયું હોય તેઓ પરિવાર સાથે ઘરને તાળુ મારીને રાજસ્થાન ગયા હતા. અને ૨૪મી તારીખે પરત ફર્યા હતા. આ દરમિયાન કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા અને દશ લાખની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ગઈકાલે રાત્રીના સુમારે ઘેર પરત ફરેલા જયેશભાઈ પ્રજાપતિએ ઘરનો સામાન વેરણછેરણ જોતાં જ ડઘાઈ ગયા હતા અને તપાસ કરતાં ચોરી થયાનું માલુમ પડ્યું હતુ જેથી તુરંત જ વિદ્યાનગર પોલીસને જાણ કરતાં પોલીસ આવી ચઢી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. 

સૂત્રોના જણાવ્યા અનુસાર ચોરાયેલા મુદ્દામાલમાંથી કેટલોક મુદ્દામાલ પરત મળી આવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news