રથયાત્રામાં સુરક્ષા વ્યવસ્થા સઘન, 20 હજાર સુરક્ષાકર્મી તૈનાત, ડ્રોન અને સીસીટીવીથી રખાશે નજર

અગામી ૧૪ તારીખે 141મી રથયાત્રા નીકળશે ત્યારે પોલીસ બંદોબસ્ત રખાશે. આ વખતે પોલીસ તંત્ર દ્વારા ઇઝરાયલથી હિલિયમ ડ્રોન કેમેરો મંગાવવામાં આવ્યો છે જે રથયાત્રામાં ચાંપતી નજર રાખશે.

રથયાત્રામાં સુરક્ષા વ્યવસ્થા સઘન, 20 હજાર સુરક્ષાકર્મી તૈનાત, ડ્રોન અને સીસીટીવીથી રખાશે નજર

ઉદય રંજન/અમદાવાદઃ આગામી ૧૪ જુલાઈએ રથયાત્રા નીકળનાર છે ત્યારે સુરક્ષા માટે પોલીસ સજ્જ બની ગઈ છે. આ વખતે બંદોબસ્તમાં 20 હજાર સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે તો અલગ અલગ સ્તરનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

અતિ ભવ્ય રીતે જગતના નાથ જગન્નાથ નગરચર્યાએ નિકળશે ત્યારે પોલીસે ચાપતો બંદોબસ્ત ગોઠવવો અને સુરક્ષા સલામતીના પગલા લેવા જરૂરી હોય છે. જેના માટે રાજ્યભરની પોલીસ સજ્જ છે. સુરક્ષા વ્યવસ્થા માટે એક પોલીસ કમિશ્નર અને ૩ સ્પેશીયલ પોલીસ કમિશ્નરના માથે મુખ્ય જવાબદારી રહેશે અને કુલ 20 હજાર જેટલા સુરક્ષા કર્મચારીઓ બંદોબસ્તમાં હાજર રહેશે.

રથયાત્રાની સુરક્ષા
૧ કમિશ્નર 
૩ સ્પેશીયલ કમિશ્નર 
૫ આઈજી/ડીઆઈજી 
૩૧ એસપી 
૮૮ એસીપી 
૨૫૩ પીઆઈ
૮૧૯ પીએસઆઈ 
૧૪૨૭૦ કોન્સ્ટેબલ/હેડકોન્સ્ટેબલ/વુમન કોન્સ્ટેબલ 
22 કંપની એસઆરપી 
25 ફોર્સ પેરામીલીટરી  
૧ કંપની ચેતક કમાન્ડો 
૫૪૦૦ હોમગાર્ડ 
૧૦ ટીમ બીડીડીએસ/ડોગ સ્કોર્ડ
૩૦ QRT તૈનાત કરવામાં આવશે 

આ જે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેના માટે અલાયદું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસે શહેરના રથયાત્રા રૂટ પર કુલ ૧૨ સેક્ટર નક્કી કર્યા છે જેમાં ૨૬ રેંજ બનાવી ૫૪ એરિયા અને ૧૩૬ સબ એરિયા નક્કી કરી તેમાં બંદોબસ્ત વિભાજીત કરવામાં આવશે. જેથી કોઇપણ સંજોગોમાં સુરક્ષામાં કચાસ ન રહી જાય. 

તો રથયાત્રાનો તહેવાર આવતો હોવાના કારણે પોલીસ ૨ મહિના પહેલા જ સતર્ક બની જતી હોય છે ત્યારે છેલ્લા બે મહિનામાં અનેક મુદ્દે નોંધનીય કામગીરી પણ કરી છે. જે જોઈએ તો 
છેલ્લા ૨ માસમાં પોલીસે ૧૬૪૧૧ લોકો સામે અટકાયતી પગલા લઈને કડક કામગીરી કરી છે. 
તો દારુબંધીને લઈને પોલીસે ૩૩૩૦ કેસ દાખલ કરી ૩૫૪૮ આરોપીઓની ધરપકડ કરી છે. ૩ કરોડથી વધુનો દારૂ કબજે કર્યો, ગેરકાયદેસર હથિયારના ૧૫ કેસ દાખલ કરી ૪૧ હથિયાર અને ૨૮૭ કાર્ટીઝ કબજે કર્યા છે. 

શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલી ૫૫૪ હોટેલનું ૨ વખત ચેકિંગ કરવામાં આવ્યું તો શહેરમાં રહેતા ભાડુઆતના દસ્તાવેજો ચકાસવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી 

આમ પોલીસે અલગ અલગ ટેકનીકલી અને ફિઝીકલી બંદોબસ્ત ગોઠવી રથયાત્રા શાંતિથી અને સુરક્ષિત રીતે પૂર્ણ થાય તેના માટે કામગીરી પૂર્ણ કરી લીધી છે. ત્યારે હવે રથયાત્રા દરમિયાન ટાઈમ પર ટ્રક પરત ફરે તેના માટે ટ્રક ચાલકને પોલીસ તરફથી ૩ લાખ રૂપિયા સુધીના ઇનામની પણ જાહેરાત કરી છે. જેમાં ૧૦૦ પૈકીના પ્રથમ ૩૦ ટ્રક હશે તેમાંના પહેલા ૧૦ ટ્રકને ૧૫ હજાર બીજા ૧૦ ને ૧૦ હજાર અને ત્રીજા ૧૦ ટ્રકને ૫ હજારનું ઇનામ પણ આપશે. જેથી પોલીસની વ્યવસ્થામાં પણ સહયોગ રહે અને પોલીસ અને ટ્રક ચાલકો વચ્ચે સમન્વય પણ વધે એ હેતુથી પોલીસે ઇનામની પણ જાહેરાત કરી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news