જીતુ વાઘાણી ઉમેદવારી પત્ર ભરી ભવ્ય સભા સંબોધશે

બાઇક રેલી બાદ અમિત શાહની હાજરીમાં ગુલિસ્તા પાર્ક ખાતે સભા સંબોધશે

જીતુ વાઘાણી ઉમેદવારી પત્ર ભરી ભવ્ય સભા સંબોધશે

ભાવનગર : ગુજરાતમાં હાલ ચૂંટણીની તડામાત તૈયારીઓ ચાલી રહી છે. પ્રથમ તબક્કાના મોટા ભાગનાં ઉમેદવારોની જાહેરાત પણ થઇ ચુકી છે. તેવા સમયે ભાવનગર પશ્ચિમમાંથી ભાજપનાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પોતે ચૂંટણી લડી રહ્યા છે. આજે તેઓ વાજતે ગાજતે ઉમેદવારી પત્ર ભરવા માટે જશે. ત્યાર બાદ બાઇક રેલી પુરી કરીને ગુલીસ્તા પાર્કમાં જંગી સભાનું સંબોધન કરશે.

જીતુ વાઘાણી ભાવનગર પશ્ચિમ બેઠક પર ઉમેદવારી પત્ર ભરવાનાં છે. જેનાં પગલે તેઓ ઘોઘા સર્કલથી ભવ્ય બાઇક રેલીનું આયોજન પણ કરાયું છે. બાઇક રેલી સ્વરૂપે તેઓ પોતાનો ભવ્ય રોડ શો યોજ્યા બાદ ગુલીસ્તા પાર્ક ખાતે બાઇક રેલી સભાનું સ્વરૂપ ધારણ કરશે. ભાવનગર ખાતે જીતુ વાઘાણી પોતાનું શક્તિ પ્રદર્શન કરશે. આ સભામાં ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ હાજરી આપશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચુંટણી જાહેર થતાની સાથે જ દરેક પક્ષોએ પોતપોતાની રીતે ઉમેદવારોની ગોઠવણી કરવાની શરૂ કરી દીધી હતી અને વિવિધ પાર્ટીના નેતાઓ દ્વારા પક્ષનો પ્રચાર-પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે.દરેક પક્ષ પોતાનાં સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારી રહ્યા છે. આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. જેનાં કારણે ભાજપ કોંગ્રેસ ઉપરાંત અપક્ષ સહિતનાં ઉમેદવારો આજે ઉમેદવારી પત્ર ભરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news