અમદાવાદના પોશ વિસ્તારમાં યુવકે પત્ની અને 2 પુત્રીને ગોળી મારી કરી હત્યા

અમદાવાદના જજીસ બંગલો વિસ્તારમાં આવેલા રત્ન ફ્લેટમાં ફાયરિંગ કરી પરિવાર 3 લોકોની હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાં આ ઘટના સર્જાઇ છે. 

અમદાવાદના પોશ વિસ્તારમાં યુવકે પત્ની અને 2 પુત્રીને ગોળી મારી કરી હત્યા

અમદાવાદ: અમદાવાદના જજીસ બંગલો વિસ્તારમાં આવેલા રત્ન ફ્લેટમાં ફાયરિંગ કરી પરિવાર 3 લોકોની હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાં આ ઘટના સર્જાઇ છે. જજીસ બંગલો વિસ્તારમાં આવેલા રત્ન ફ્લેટમાં ધર્મેશ શાહ નામની વ્યક્તિએ પત્ની અને 2 પુત્રીઓને લાઇસન્સવાળી રિવોલ્વર વડે હત્યા કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી.  ઘટનાને પગલે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

હત્યારા ધર્મેશ પટેલ ઠંડા કલેજે હત્યા કર્યા બાદ પરિવારજનોને  ઘટના અંગે જાણ કરી હતી. હત્યાની જાણ થતાં ધર્મેશ શાહના પરિવારજનો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news