વડોદરા : પેપરલીક કેસમાં વધુ 2 શખ્સની અટકાયત, મુખ્ય આરોપી યશપાલ પણ દબોચાયો

પેપરલીક કેસમાં ATSના ખાનગી ઓપરેશનમાં મોટી સફળતા મળી. જે અંતર્ગત વડોદરાથી વધુ 2 શખ્સની અટકાયત કરવામાં આવી છે.

Updated: Dec 6, 2018, 11:00 AM IST
વડોદરા : પેપરલીક કેસમાં વધુ 2 શખ્સની અટકાયત, મુખ્ય આરોપી યશપાલ પણ દબોચાયો

તૃષાર પટેલ, વડોદરા:  પેપરલીક કેસમાં ATSના ખાનગી ઓપરેશનમાં મોટી સફળતા મળી. જે અંતર્ગત વડોદરાથી વધુ 2 શખ્સની અટકાયત કરવામાં આવી છે. CID અને ATS દ્વારાવડોદરાની આસપાસના વિસ્તારોમાં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન લોકેશનના આધારે પેપરલીક સાથે સંકળાયેલા બંને વ્યક્તિઓને કપુરાઈ ચોકડી પાસેથી ઝડપી પાડવામાં આવ્યાં. ATSએ વોચ ગોઠવીને બંને શખ્સોની અટકાયત કરીને તેમને ગાંધીનગર લઈ ગઈ છે અહીં પોલીસ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવશે.

પેપરલીક કાંડ: પરીક્ષાર્થીઓને ન્યાય મળે તે માટે અલ્પેશ ઠાકોર કરશે ન્યાયયાત્રા

અત્રે જણાવવાનું કે પેપરલીક કાંડમાં ગઈ કાલે રાતે એક મોટી સફળતા મળી અને મુખ્ય આરોપી યશપાલની પોલીસે ધરપકડ કરી લીધી છે. માટે હવે અનેક રહસ્યોનો પણ પર્દાફાશ થશે. અગાઉ મનહર પટેલની વાઘોડિયાથી ધરપકડ કરાઈ હતી. યશપાલ ચિલોડાથી દિલ્હી ગયો હતો. તેણે દિલ્હીમાં પેપરલીક ગેંગ પાસેથી પેપરો મેળવ્યા હતા. આરોપી પણ લોકરક્ષક દળની પરીક્ષા આપવાનો હતો. સુરતમાં યશપાલની પરીક્ષાનું કેન્દ્ર હતું. કૌભાંડ બહાર આવ્યા બાદ યશપાલ ફરાર હતો. તે ATS, ક્રાઇમબ્રાંચ, ગાંધીનગર પોલીસની રડારમાં હતો. પોલીસે તેને ઉંઘમાંથી ઝડપી પાડ્યો છે. મુખ્ય આરોપીની ધરપકડ થયા બાદ આ કૌભાંડમાં અન્ય મોટા નામે સામે આવે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

EXCLUSIVE પેપરલીકનો મુખ્ય આરોપી યશપાલ સકંજામાં, જાણો કેવી રીતે પોલીસે ઊંઘતો દબોચ્યો?

કેવી રીતે સકંજામાં આવ્યો આ માસ્ટરમાઈન્ડ
યશવાલની ધરપકડ અંગે ઝી 24 કલાક પાસે EXCLUSIVE માહિતી ઉપલબ્ધ થઈ છે. હાલ યશપાલની ધરપકડ ક રીને તેને અમદાવાદ પોલીસને સોંપી દેવાયો  છે. તપાસમાં અનેક મહત્વની વાતો પણ બહાર આવશે. મળતી માહિતી મુજબ યશપાલ દિલ્હીથી બાય એર વડોદરા આવ્યો હતો. વડોદરાથી પરીક્ષા આપવા માટે તે સુરત બાયરોડ ગયો હતો. પેપર લીક થયાના અહેવાલો બહાર આવતા જ યશપાલ ખુબ ગભરાઈ ગયો હતો. સુરત છોડીને તે તાત્કાલિક વડોદરા પરત ફર્યો. વડોદરામાં તે પોતાના મિત્રો પાસે જ રહ્યો હતો. યશપાલ અલગ અલગ સ્થળોએ ત્યારબાદ તો છૂપાતો ફરતો હતો. એક બાજુ પેપરલીકનો મામલો ખુબ ગરમાયો અને યશપાલ પાસે હવે નાણા પણ ખૂટી ગયા હતાં. આખરે તેણે સંબંધીને સંપર્ક કરવો પડ્યો.

રાજ્યના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close